ગુજરાતી ગઝલસંપદા/કરસનદાસ માણેક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| કરસનદાસ માણેક |}} <poem> મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!<br> ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!<br>...") |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અમૃત ‘ઘાયલ’ | ||
|next = | |next = ‘કાબિલ’ ડેડાણવી | ||
}} | }} |
Latest revision as of 15:40, 11 January 2023
કરસનદાસ માણેક
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે!
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!