ચાંદનીના હંસ/૧૨ ભેખડના જડબાંમાં...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભેખડનાં જડબાંમાં...|}} <poem> ભેખડનાં જડબાંમાં ઓગળી બપ્પોર એની ભૂખરીવરાળ હું તો ધોધમાં, કે આગળ વહી ગયેલ વ્હેળાની પછવાડે ભટકું સદાય મારી શોધમાં. સૂરજ બનીને રોજ રાતા આ શહેરમાં {{Space}}...")
 
No edit summary
 
Line 24: Line 24:
એપ્રિલ–મે ’૭૪
એપ્રિલ–મે ’૭૪
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૧ પથ્થર તળિયે...
|next = ૧૩ પંદર ગાઉ દૂરથી...
}}

Latest revision as of 11:03, 16 February 2023


ભેખડનાં જડબાંમાં...

ભેખડનાં જડબાંમાં ઓગળી બપ્પોર એની ભૂખરીવરાળ હું તો ધોધમાં,
કે આગળ વહી ગયેલ વ્હેળાની પછવાડે ભટકું સદાય મારી શોધમાં.

સૂરજ બનીને રોજ રાતા આ શહેરમાં
          પડછાયા ચીતરી જોયા.
સુકાયેલ ઝાડ અમે પીસાતા વ્હેરમાં
          હતા આકાર એ ય ખોયા.

કાળી ડિબાણ તૂરી ઊછળે પછડાટ એના તૂટે છે પહાડ કોષેકોષમાં...

મૂલક ત્યજીને હંસ ચાંદનીના ઊડી જતા
          તિમિરનાં બાજ રહ્યાં કાળવાં.
કર્ણમૂળે મારા હજી વલયો જે દોરતાં
          એ સૂરજના ટૌકા ક્યાં પાળવા?

તરસ્યો તાણીને અહીં સાગરમાં નાખી છે કોણે ખારાશ આવી ક્રોધમાં?
કે આગળ વહી ગયેલ વ્હેળાની પછવાડે ભટકું સદાય મારી શોધમાં...

એપ્રિલ–મે ’૭૪