ચાંદનીના હંસ/૨૧ ધુમ્મસને વીંધી...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધુમ્મસને વીંધી...|}} <poem> :::ધુમ્મસને વીંધી સ્વપ્નથી સીધો સરી જઈશ, :::જળને ચીંધીને વ્હેણ થઈ હું તરી જઈશ. :::ધોળી અવાક ભીંત પર મુજ મૌન રહી જશે, :::લંબાતા છાંયડાઓનો પર્યાય થઈ જઈશ. :::ભીની હવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૦ મળસ્કે | |||
|next = ૨૨ વરસાદી આકાશે કાન માંડતા સંભળાય | |||
}} |
Latest revision as of 11:11, 16 February 2023
ધુમ્મસને વીંધી...
ધુમ્મસને વીંધી સ્વપ્નથી સીધો સરી જઈશ,
જળને ચીંધીને વ્હેણ થઈ હું તરી જઈશ.
ધોળી અવાક ભીંત પર મુજ મૌન રહી જશે,
લંબાતા છાંયડાઓનો પર્યાય થઈ જઈશ.
ભીની હવાની લ્હેરખી એક સ્થિર થઈ જશે,
નિર્મળ ગગનમાં વાદળી થઈને ઊડી જઈશ.
ફૂટશે ફૂલો ફળો ને ફરી બીજ પણ મહીં,
પ્રત્યેક પળને સૃષ્ટિમાં ધરબી ઊંડે જઈશ.
ઝરશે આ ભીનાં દૃશ્યો જે સ્વપ્નિલ આંખમાં,
આકાર એમાં પામીને હું તો સરી જઈશ.
ડિસેમ્બર, ૭૪