ચાંદનીના હંસ/૪૫ સ્વગતોક્તિ–૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વગતોક્તિ–૧|}} <poem> ચાલ છોડ કવિતા તો કાલે પણ લખાશે. આંખે આંખે શ્વસી લેવાય એવી આ હવા ફરી આટલી જ હળવી, હરિયાળી ન પણ હોય! કંઈ કેટલીયે વાર હું મોડી રાતે તાળું ખોલી ઘરમાં આવું. આંખ ઘે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
૩-૫-૭૪ | ૩-૫-૭૪ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪ ગતિ–સ્થિતિ | |||
|next = ૪૬ સ્વગતોક્તિ–૨ | |||
}} |
Latest revision as of 12:05, 16 February 2023
સ્વગતોક્તિ–૧
ચાલ છોડ
કવિતા તો કાલે પણ લખાશે.
આંખે આંખે શ્વસી લેવાય એવી
આ હવા
ફરી આટલી જ હળવી, હરિયાળી
ન પણ હોય!
કંઈ કેટલીયે વાર
હું
મોડી રાતે તાળું ખોલી ઘરમાં આવું.
આંખ ઘેરાતાં
નજરની પડતર જમીનમાં કૂણી ચાર ફૂટી નીકળે.
ને પડખું ફરતાં જ
કોઈ મને ઉતરડીને મારી કાંચળી ખેંચ્યે રાખે.
મળસ્કે
ઝાડીમાં એની
ક્યાંક નાસી છૂટતી છાયા પણ જોઉં.
બસ જોઉં—
કપાયેલાં અળસિયાં જેવાં દૃશ્યો ધ્રૂજ્યા કરે.
આ લીલાછમ ઘાસિયે
ડોલતા ફણીની જેમ
નજર સળવળે છે.
તો એને સરકવા દે.
કાદવિયા કળણમાં
લિસોટા તો કાલે પણ પડાશે.
૩-૫-૭૪