ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(કડવું ૮ Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૮|}}
{{Heading|કડવું ૮|}}


{{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતે ગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષ તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]}}
{{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતેગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષી તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]}}


{{c|'''રાગ : રામગ્રી'''}}
{{c|'''રાગ : રામગ્રી'''}}

Latest revision as of 12:23, 7 March 2023

કડવું ૮

[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતેગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષી તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]

રાગ : રામગ્રી

ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી;
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી.         

ઢાળ


શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી;
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી.         

‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી.          

વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી;
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી.         

પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી;
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી.         

શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર,
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર.         

કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી,
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી.         

જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો;
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો.         

એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ;
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’         

વલણ


ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે,
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે.          ૧૦