ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(કડવું 15 Formatting Completed)
(proof)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૫|}}
{{Heading|કડવું ૧૫|}}

{{Color|Blue|[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. ઉત્સુકતાવસ ખોલીને જોતાં આવેલ યુવકને વિષ આપવાની વાતથી ફફડી જાય છે. પોતાની સતર્કતાથી વિષનું વિષયા કરી કાગળ પાછો બાંધી દે છે.]}}
{{Color|Blue|[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. ઉત્સુકતાવશ ખોલીને જોતાં આવેલા યુવકને વિષ આપવાની વાતથી ફફડી જાય છે. પોતાની સતર્કતાથી વિષનું વિષયા કરી કાગળ પાછો બાંધી દે છે.]}}

{{c|'''રાગ : ગોડી'''}}
{{c|'''રાગ : ગોડી'''}}
Line 27: Line 27:

ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી.
ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી.
‘મુજ શ્વાસ વાગે સાધુ જોગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.{{space}} {{r|૮}}
‘મુજ શ્વાસ લાગે સાધુ જાગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.{{space}} {{r|૮}}

‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી.
‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી.
Line 38: Line 38:
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.{{space}} {{r|૧૧}}
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.{{space}} {{r|૧૧}}

સુંવદનઅંબુજ ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર.
સુવદનઅંબુજ ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર.
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} {{r|૧૨}}
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} {{r|૧૨}}

Line 56: Line 56:
તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!{{space}} {{r|૧૭}}
તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!{{space}} {{r|૧૭}}

મેં પાપણીએ પુન્ય ન કીધું, તે ક્યાંશો આવો સ્વામી?
મેં પાપણીએ પુન્ય ન કીધું, તો ક્યાંથો આવો સ્વામી?
એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.{{space}} {{r|૧૮}}
એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.{{space}} {{r|૧૮}}

Line 62: Line 62:
જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.{{space}} {{r|૧૯}}
જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.{{space}} {{r|૧૯}}

સરનામું અક્ષર તાતના દેખી શ્યામા મહાસુખ પામી :
સરનામું અક્ષર તાતનાં દેખી શ્યામા મહાસુખ પામી :
‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :{{space}} {{r|૨૦}}
‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :{{space}} {{r|૨૦}}

Line 72: Line 72:

વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ;
વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ;
વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ.{{space}} {{r|૨૩}}
વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ?{{space}} {{r|૨૩}}

પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ર થાય;
પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય;
અક્ષર એક વધારું એ માંહે, વિષની કરું વિષયાય.’ {{space}} {{r|૨૪}}
અક્ષર એક વધારું એ માંહે, વિષનું કરું વિષયાય.’ {{space}} {{r|૨૪}}

એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;
એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;
Line 91: Line 91:
{{c|'''વલણ'''}}
{{c|'''વલણ'''}}
‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે,
‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે,
થરથર ધ્રુજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.{{space}} {{r|૨૯}}
થરથર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.{{space}} {{r|૨૯}}
</poem>}}
</poem>}}

Latest revision as of 12:34, 7 March 2023

કડવું ૧૫

[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. ઉત્સુકતાવશ ખોલીને જોતાં આવેલા યુવકને વિષ આપવાની વાતથી ફફડી જાય છે. પોતાની સતર્કતાથી વિષનું વિષયા કરી કાગળ પાછો બાંધી દે છે.]

રાગ : ગોડી

વિષયાએ વિમાસી જોયું : ‘એ પુરુષને હું નરખું[1].
અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોય હ્યાં સરખું.         

રખે ચતુર તુરી કહેતો સ્વામીને, જાગશે તો શું થાશે!
નિદ્રા-વશથી કેમ ઉઠાડું? પછે શું કહેવાશે?          

હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન,
માગી રે લેઉં છું માનિની, રખે કરતો સ્વામીને સાન.         

તારે રત્નજડિત મુખમોરડો, ઉદયાચળ ઊગ્યો ભાણ,
પેંગડાં તારાં પરમ મનોહર, રતનજડિત પલાણ.’         

એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય :
‘રખે સખી સહિયર આપણી, છિપી રહીને જોય!         

નેપૂર ઝાંઝર અણવટ વીંછિયા, સોનીએ આભ્રણ ઘડિયાં.
પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નીમડિયાં!’         

એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચાં ચઢાવી.
મરમે ભરતી ડગ, જેમ જળમાં બગ, એમ શ્યામા સમીપે આવી.         

ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી.
‘મુજ શ્વાસ લાગે સાધુ જાગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.         

‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી.
પછે પિછોડી પરી કરીને જોયું વદન ઉઘાડી.         

નખ શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નરખી.
હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી.          ૧૦

આકાશે અભ્ર અળગું થયે ચંદ્રબિંબ દીસે જેવું,
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.          ૧૧

સુવદનઅંબુજ ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર.
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.          ૧૨

શુકચંચા[2] અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત.
શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત!          ૧૩

કપોત કંઠ, કર કુંજરના સરખા, હથેલી અંબુજવરણ.
બાંહયે બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ.          ૧૪

વિશાળ હૃદે ને હાર હેમનો, કટિ કેસરી[3]ના સરખી.
દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.          ૧૫

‘ધન્ય માત તાત એનાં દીસે છે, કોણે કીધાં હશે પુન્ય?
હિમે હાડ ગાળ્યાં સુખ ટાળ્યાં, તો એહવો હશે તંન.          ૧૬

જપ તપ વ્રત દેહદમન, એવી તારુણી ઘર-નાર.
તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!          ૧૭

મેં પાપણીએ પુન્ય ન કીધું, તો ક્યાંથો આવો સ્વામી?
એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.          ૧૮

એવે એક કભાયની કસે કાગળ બંધન દીઠો;
જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.          ૧૯

સરનામું અક્ષર તાતનાં દેખી શ્યામા મહાસુખ પામી :
‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :          ૨૦

સ્વસ્તિ શ્રીકૌંતલપુર સ્થાન, મદન કુંવર બળવંત.
અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો, ગુણવંત.          ૨૧

રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર;
મુહૂર્ત ઘટિ કોને ન પૂછશો, એને વિષ દેજોની, પુત્ર.’          ૨૨

વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ;
વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ?          ૨૩

પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય;
અક્ષર એક વધારું એ માંહે, વિષનું કરું વિષયાય.’           ૨૪

એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;
તરણા વતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર.          ૨૫

નારદ કહે : સાંભળ રે અર્જુન, કર્તા હર્તા અવિનાશ;
વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ.          ૨૬

પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ;
ઊઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ :          ૨૭

‘ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો;
મદનભાઈને મળજો, સ્વામી, પત્ર લખ્યું તે લાવો.’          ૨૮

વલણ

‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે,
થરથર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.          ૨૯

  1. નરખું – નીરખું
  2. શુકચંચા – પોપટની ચાંચ
  3. કેસરી – સિંહ