અનેકએક/ક્ષણો...એક: Difference between revisions
(Created page with "{{center|'''ક્ષણો...એક'''}} <poem> ''' પહેલી''' ક્ષણ પહેલાંનું જળ આ ક્ષણે નથી ક્ષણ પછીનો પથ્થર આ ક્ષણે નથી આ જળ... ... પથ્થર જ ક્ષણ છે ક્ષણ નથી તો જળ-પથ્થર એક છે '''બીજી''' ક્ષણ પહેલાંનું જળ આ ક્ષણે પથ્થર છે...") |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
''' | '''પહેલી''' | ||
પહેલી''' | |||
ક્ષણ પહેલાંનું જળ | ક્ષણ પહેલાંનું જળ |
Latest revision as of 16:14, 25 March 2023
ક્ષણો...એક
પહેલી
ક્ષણ પહેલાંનું જળ
આ ક્ષણે
નથી
ક્ષણ પછીનો પથ્થર
આ ક્ષણે
નથી
આ જળ...
... પથ્થર જ
ક્ષણ છે
ક્ષણ નથી તો
જળ-પથ્થર
એક છે
બીજી
ક્ષણ પહેલાંનું જળ
આ ક્ષણે
પથ્થર છે
ક્ષણ પછીનું જળ
આ ક્ષણે
જળ છે
આ ક્ષણે
જળ... પથ્થર છે તે
ક્ષણ પહેલાં... પછી
જળ... પથ્થર ન યે હોય
આ ક્ષણ પહેલાં... પછી
ક્ષણ હોય
ન યે હોય
આ ક્ષણ
હોય
ન યે હોય
ત્રીજી
આ ક્ષણે
જળ નથી ને દેખાય છે!
પથ્થર છે, દેખાતો નથી
પછીની ક્ષણે
જળ દેખાતું નથી
પથ્થર દેખાય છે
પછીની ક્ષણે
જળ દેખાય છે
પથ્થર દેખાય છે
પછીની ક્ષણે
હોવું ન હોવું ન દેખાવું
દેખાવું
દેખવું
નથી
પછી
ચોથી
ક્ષણ છે જળ છે
કે
ક્ષણ જળ છે
કે
જળ ક્ષણ છે
કે
ક્ષણ છે તે જળ છે
કે
જળ છે તે ક્ષણ નથી
કે
ક્ષણ છે ને જળ નથી
કે
જળ છે ને ક્ષણ નથી
કે
ક્ષણ નથી ને જળ નથી
પાંચમી
આ ક્ષણે
જળ થીર છે
આ જળે
પથ્થર વહે
વહેતા પથ્થરમાં
ક્ષણ થીર
થીર ક્ષણમાં
જળ... પથ્થર
ન થીર ન વહે
ન થીર ન વહે
તે ક્ષણ
જળ
પથ્થર છે
છેલ્લી
ક્ષણ... છેલ્લી
હોતી નથી
કારણ
પહેલી નથી
છતાં
વચ્ચે વચ્ચેની
જળે ત્વરા
પથ્થરે
એકાગ્રતામાં ગણી
અ-ક્ષણતા પૂર્વે
છેલ્લી ક્ષણ હોય
તો હોય
ત્યાં સુધી
વચ્ચે વચ્ચેની ક્ષણો
જૂજવે રૂપે
અનંત
દેખાતી રહે છે