શાંત કોલાહલ/૨ પ્રથમ પ્રહરે: Difference between revisions
Jump to navigation
Jump to search
૨. પ્રથમ પ્રહરે
(+created chapter) |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ, | અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ, | ||
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.<poem> | શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.</poem> | ||
{{HeaderNav2 |previous =૧ સંધ્યા |next =ભતવારીનું ગીત }} | {{HeaderNav2 |previous =૧ સંધ્યા |next =ભતવારીનું ગીત }} |
Revision as of 01:24, 28 March 2023
હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.
જનપદ તણી વાળું-વેળા વીતી ગઈ ને હવે
લહર લહરે તંદ્રાળું કૈં અડે સહુને હવા :
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.
ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ :
શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર
શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ
સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.
અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.