શાંત કોલાહલ/૩ દેશી: Difference between revisions
Jump to navigation
Jump to search
૩ દેશી
(Created page with " <center>'''૩ દેશી'''</center> {{block center|<poem> મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ, એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ; ઘેરી ઘટાથી ઢળતાં જ્યહીં આમ્ર, નીપ,- ત્યાં ટ્હૌકતી (મદિર ઊર્મિની આવી બાઢ) ! તું જેની તેની સહ કોટિ કરં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 14: | Line 14: | ||
તું શ્યામ, વર્ણ તવ અંચલનો વસંતી : | તું શ્યામ, વર્ણ તવ અંચલનો વસંતી : | ||
ભૂલે | ભૂલે દૃગો પલક, શીતલ એવી આગ ! | ||
ને પાશ જેમ વીંટળાઈ વળે પરાગ | ને પાશ જેમ વીંટળાઈ વળે પરાગ | ||
તારો, તું વન્ય રણકાર થકી હસંતી ! | તારો, તું વન્ય રણકાર થકી હસંતી ! |
Latest revision as of 01:54, 1 April 2023
મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ,
એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ;
ઘેરી ઘટાથી ઢળતાં જ્યહીં આમ્ર, નીપ,-
ત્યાં ટ્હૌકતી (મદિર ઊર્મિની આવી બાઢ) !
તું જેની તેની સહ કોટિ કરંત લાડ,
હો મંજરી અગર કંકર કે વિહંગ:
આલિંગતી નિખિલનાં સહુ અંગ અંગ;
રે તું હવા શી વહી જાય, ન કોઈ આડ !
તું શ્યામ, વર્ણ તવ અંચલનો વસંતી :
ભૂલે દૃગો પલક, શીતલ એવી આગ !
ને પાશ જેમ વીંટળાઈ વળે પરાગ
તારો, તું વન્ય રણકાર થકી હસંતી !
એ આપણું મિલન મંગલ, મુગ્ધ દેશી !
તું યે ઉશીર ખડની કુટિરે પ્રવેશી !