દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨. ઊંટ કહે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨. ઊંટ કહે|મનહર છંદ}} <poem> ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી, કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સુ...")
 
No edit summary
Line 14: Line 14:
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous =
|next =
}}

Revision as of 15:45, 4 April 2023


૨. ઊંટ કહે

મનહર છંદ


ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુંડા,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.