શાંત કોલાહલ/વૈશાખી વંટોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 27: Line 27:
ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર
ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર
:::ડાળે ડાળ થકી ખરે ફળ.
:::ડાળે ડાળ થકી ખરે ફળ.
જરી ઝંખવાણો નભ રૂદ્ર
જરી ઝંખવાણો નભ રૂદ્ર
:::વેરાગીની કને નહીં ઉગ્ર.
:::વેરાગીની કને નહીં ઉગ્ર.
Line 40: Line 41:
:::અવ ધૂસર ઇશાન :
:::અવ ધૂસર ઇશાન :


પ્રાણને તડિત્ત ચમકાર
પ્રાણને તડિત્ ચમકાર
:::લહું ખડ ખડની કુટીર
:::લહું ખડ ખડની કુટીર
ભૂમિ ભૂમિની ફસલ
ભૂમિ ભૂમિની ફસલ

Revision as of 15:44, 13 April 2023

વૈશાખી વંટોળ

લૂમઝૂમ લચી રહી મારી આમ્રકુંજ.
રખોપે હું રહું અહીં આખીયે મોસમ.
શેઢા કને ખડની કુટીર
અદૂરે પુરાણી એક વાવ.
દૂર દૂર ક્ષિતિજની લગી જનપદ નહીં, સકલ વિજન.
કેવલ પલ્લવપુંજ મહીં રમે કીર ને કોયલ
એનો રહી રહી અહીં તહીં લહું કોલાહલ.
બાકી નિતાન્ત નીરવ.
વૈશાખી સૂર્યનાં ચંડશ્વેત કિરણોને ઝીલે નીલ વનરાઈ
ઓળકોળાંબડે હલમલ એની પડે કંઈ ભાત;
લીલાં ફળનેય લાગી લાલ શી ટશર !
આગથી એ બને જાણે આર્દ્ર !
બળતા બપોરતણી લૂને અહીં ડાળ ડાળ કરતી વ્યજન
તપ તપફલ થકી પરિતૃપ્ત મન.

એકાએક ઝાંઝે ભર્યો વાયો વાવંટોળ
આયો ભભૂતિયો ઘોર.
કુટીરનું ખંડ છિન્ન છિન્ન
ડમરી ડંમર થકી વીંઝી વ્યોમ મહીં એને વેરી દીધ ક્યાંય.
વાવનાં ઊંડાણમહીં વાજે શત શંખ
મૃદંગ શી વાજે વનભોંય.
લપાઈને બેઠાં પગ બખોલને નીડ
પાંપણમાં બંધ કરી રહી નિજ પીડ.
ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર
ડાળે ડાળ થકી ખરે ફળ.

જરી ઝંખવાણો નભ રૂદ્ર
વેરાગીની કને નહીં ઉગ્ર.
નહીં રે ખપ્પર એને નહીં કો આહાર
તોય રણભૂમિ પર લખ લખ મુંડનો પથાર !
કોઈની સ્પૃહા ન જાણે સકલથી પર
પલકમાં વળી બની રહે અગોચર.

અવશેષે એ જ આમ્રવન ફલરિક્ત
રિક્ત આ જીવન.
ખેતરને શેઢે બેસી અવકાશ મહીં ફરી પરોવું નજર
નભ નહીં નીલ
અવ ધૂસર ઇશાન :

પ્રાણને તડિત્ ચમકાર
લહું ખડ ખડની કુટીર
ભૂમિ ભૂમિની ફસલ
કીરગાન.