શાંત કોલાહલ/૩ બોલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 14: Line 14:


:::ભમરીને મધ ફૂલનું ,
:::ભમરીને મધ ફૂલનું ,
::::હાથી હરણને ખડ ખેરું,
::::હાથી હરણને ખડ ખેરુ,
:::ભોરિંગને ભલું મેડક, ને  
:::ભોરિંગને ભલું મેડક, ને  
::::ન્હોરવાળાંને છાગ વછેરું;
::::ન્હોરવાળાંને છાગ વછેરું;

Revision as of 15:53, 13 April 2023


૩ બોલ

વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
બોલની હારે પાયલિયું રણકારે એને
માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.

હળવી જો’યે ચાલ-
ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
સરવા જો’યે કાન;
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.

ભમરીને મધ ફૂલનું ,
હાથી હરણને ખડ ખેરુ,
ભોરિંગને ભલું મેડક, ને
ન્હોરવાળાંને છાગ વછેરું;
ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ.

તારલિયાનાં તેજ ને
વ્હેતાં વાંચીએ ઝરણપાણી,
આછે ય તે અણસાર
ઝાઝેરી વણબોલાયલ વાણી;
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.