શાંત કોલાહલ/૫ મહુડો: Difference between revisions
Jump to navigation
Jump to search
૫ મહુડો
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
:::કુણા કાળજાને લાગતો હેલો...જીરે | :::કુણા કાળજાને લાગતો હેલો...જીરે | ||
ઊંચા ગગનમાંનું | ઊંચા ગગનમાંનું મોંઘું મંદાર | ||
:::આંહિ આવ્યું છે આપણી ભોમ : | :::આંહિ આવ્યું છે આપણી ભોમ : | ||
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ | ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ |
Revision as of 15:58, 13 April 2023
પેલો મહુડો મ્હોરેલ અલબેલો !
એની સુગંધતણું કામણ કૂંડું રે
કુણા કાળજાને લાગતો હેલો...જીરે
ઊંચા ગગનમાંનું મોંઘું મંદાર
આંહિ આવ્યું છે આપણી ભોમ :
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ
આપણે ઉમંગનો સોમ...જીરે
આને એંધાણીએ તે જાણીએજી
કાળને અમરત ભરાય આલવાલ,
વાવર્યાની હૈયામાં રાખીએજી હોંશ
ઓણ ઝાઝેરો ઊછળે ફાલ...જીરે.
આભની અપસરા યે જોઈ લે કે
આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે !
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં
રમતાં લોચનિયાં લાજે...જીરે.