શાંત કોલાહલ/૯ કેવડિયાનો કાંટો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 14: Line 14:
::::તાવ હોય જો કડો ટાઢિયો
::::તાવ હોય જો કડો ટાઢિયો
:::કવાથ  ફૂલડી  ભરીએ,
:::કવાથ  ફૂલડી  ભરીએ,
::::વાંતરિયો વળગાડ હોય તો
::::વાંતરિયો વળગાડ હોય તો
:::ભુવો કરી મંતરીએ;
:::ભુવો કરી મંતરીએ;


રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડીયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.</poem>
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.</poem>


{{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }}
{{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }}

Revision as of 22:41, 13 April 2023

૯ કેવડિયાનો કાંટો

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે :
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ ફૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભુવો કરી મંતરીએ;

રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.