શાંત કોલાહલ/૧૦ કાળવી કીકી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 5: Line 5:
:::કોઈ જાદુઈ શગ બે જાણે
:::કોઈ જાદુઈ શગ બે જાણે
:::રાનવેરાને
:::રાનવેરાને
રમતી
::::રમતી
:::રે  મનગમતી
:::રે  મનગમતી
::::રૂડી રાત-
::::રૂડી રાત-
Line 17: Line 17:


::::કેમ રે મારે પામવો એનો તાગ ?
::::કેમ રે મારે પામવો એનો તાગ ?
:::::ઢુંકડી લાગે શીતલ
:::::ઢૂંકડી લાગે શીતલ
::::આઘી હોય તો ઊની આગ !
::::આઘી હોય તો ઊની આગ !
:::::હાય રે સરળ
:::::હાય રે સરળ

Revision as of 22:43, 13 April 2023

૧૦ કાળવી કીકી

કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી !
કોઈ જાદુઈ શગ બે જાણે
રાનવેરાને
રમતી
રે મનગમતી
રૂડી રાત-

-ની તે શી કીજિયે કૂડી વાત ?
ફાગણના સૂરજની સારી રોશની લાગે ફીકી !
તારી કાળવી સોહે કીકી !

પાંપણને પલકાર શી ખેલે !
નૂરનાં તે કંઈ વ્હેણને રેલે !

કેમ રે મારે પામવો એનો તાગ ?
ઢૂંકડી લાગે શીતલ
આઘી હોય તો ઊની આગ !
હાય રે સરળ
સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી