શાંત કોલાહલ/યાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
યાદ
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 20: | Line 20: | ||
આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ | આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ | ||
આગળ મારી આવતું | આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ? | ||
એકલાની આ ઊડતી ધૂળે | એકલાની આ ઊડતી ધૂળે | ||
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે; | વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે; |
Revision as of 05:22, 14 April 2023
આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર,
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર !
કંઈ તો એની કાળવી છાયા,
કંઈ રેલાતી રંગની માયા,
નવલે રૂપે રમતી કાયા,
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર !
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર !
એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત;
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આંખની આગળ આવતું રે દૂર,
નજરે એનાં સાંભળું નેપુર,
તાલમાં એના તરસે છે ઉ૨,
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત !
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ?
એકલાની આ ઊડતી ધૂળે
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે;
ભૂર ભરાયું ઉર તે ઝૂરે !
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ.
પાછળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ !