શાંત કોલાહલ/પડદો: Difference between revisions
Jump to navigation
Jump to search
પડદો
(+created chapter) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''પડદો'''</center> | <center>'''પડદો'''</center> | ||
<poem>કુટીરના બંધ દ્વાર | {{block center|<poem>કુટીરના બંધ દ્વાર | ||
વાતાયને જવનિકા | વાતાયને જવનિકા | ||
જન વન વ્યોમ સહુ | જન વન વ્યોમ સહુ | ||
Line 43: | Line 43: | ||
પુનરપિ બ્હાર | પુનરપિ બ્હાર | ||
ચારિઔર | ચારિઔર | ||
સંગ મુજ વિશ્વ સમુદાર</poem> | સંગ મુજ વિશ્વ સમુદાર</poem>}} | ||
{{HeaderNav2 |previous =દાંપત્ય |next = કાલ}} | {{HeaderNav2 |previous =દાંપત્ય |next = કાલ}} |
Latest revision as of 00:24, 16 April 2023
કુટીરના બંધ દ્વાર
વાતાયને જવનિકા
જન વન વ્યોમ સહુ
મેલી દીધ બ્હાર
અવ તો અવર કોઈ
અહીં નહીં...
એકલ હું - મુગ્ધ મારે છંદ ભંગ
ફાવે તેમ છેડું બીનતાર
સમીરલહરને ય કશું કુતૂહલ !
અહીંથી કે તહીંથી
એ ડોકાય તરલ
સંગમહીં રવિતેજ
ઝૂકી જાય સ્હેજ
‘ખલ’!
દ્રુમપુંજ થકી અટ્ટહાસ્ય-કોલાહલ
શૈશવસરલ
ચહુગમ ધ્વનિ એનો જાગે વારવાર
અનિવાર
એકાન્ત ન શાન્ત
નહિ સહ્ય
ભૂર ભાર
મૂક બીન
આ રે વિંડબનારવ
અવ એના કંઠ કેરો
અનાવૃત પૂર્વ-પરિચય
(અનાહૃત સકલનો સ્નિગ્ધ અભિનય)
સ્મૃતિ...
સ્ફુરે સ્મિત
જાગે પ્રીતિ...
ઉઘડે હૃદય શતદલ
નહિ જવનિકા
નહિ કુટિર દુવારને ય કોઈ કળ
પુનરપિ બ્હાર
ચારિઔર
સંગ મુજ વિશ્વ સમુદાર