દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬. હાથીના રથ વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. હાથીના રથ વિષે|મનહર છંદ}} <poem> બળવંત બળદ બબ્બેના રથ મેં જોયા છે, જોયો છે મેં સરસ બેચાર ઘોડા સાથીનો; જગન્નાથજીનો રથ મોટામાં મોટો જોયો છે, જોયો છે ભભકાદાર રથ ભૂપ ભાથીનો; શ્રાવકો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫. હોય ઘણા હાથી | ||
|next = | |next = ૭. કૂવો શું ગરવ ધરે | ||
}} | }} |
Latest revision as of 10:21, 21 April 2023
૬. હાથીના રથ વિષે
મનહર છંદ
બળવંત બળદ બબ્બેના રથ મેં જોયા છે,
જોયો છે મેં સરસ બેચાર ઘોડા સાથીનો;
જગન્નાથજીનો રથ મોટામાં મોટો જોયો છે,
જોયો છે ભભકાદાર રથ ભૂપ ભાથીનો;
શ્રાવકોના દેવનો મેં જોયો છે સરસ રથ,
જાણે કે મઢેલો છે રૂપેરી જગન્નાથીનો;
ઘણી સરસાઈનો નવાઈનો સફાઈદાર,
જનમ ધરીને આજ જોયો રથ હાથીનો.