દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૬. એક ભોળો ભાભો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. એક ભોળો ભાભો|}} <poem> એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી, હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે; જંગલી જનાવરોને બહુ બીવરાવવાને, થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે; એવે સમે ઊંટ આવી ખેતર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. | ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૫. કેડેથી નમેલી ડોશી | ||
|next = | |next = ૧૭. એક શરણાઈ વાળો | ||
}} | }} |
Latest revision as of 10:26, 21 April 2023
૧૬. એક ભોળો ભાભો
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે,
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે.