દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૮. એક સોદાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. એક સોદાગર|મનહર છંદ}} <poem> સોદાગર એક શુક સારિકાને સારી રીતે, શીખવી કવિત નીત સારા સારા સ્વરમાં; કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો, ગામડામાં વાસો વસ્યો ગોવાળના ઘરમાં; તારીફ સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં. | તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૭. એક શરણાઈ વાળો | ||
|next = | |next = ૧૯. નઠારી સ્ત્રી વિષે | ||
}} | }} |
Latest revision as of 10:27, 21 April 2023
૧૮. એક સોદાગર
મનહર છંદ
સોદાગર એક શુક સારિકાને સારી રીતે,
શીખવી કવિત નીત સારા સારા સ્વરમાં;
કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો,
ગામડામાં વાસો વસ્યો ગોવાળના ઘરમાં;
તારીફ સુણીને જોવા ત્યાં લોકો તમામ મળ્યા,
નોખી રીતભાત કશી ન આવી નજરમાં;
કહે દલપત્તરામ ગામનો ગમાર બોલ્યો,
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં.