દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫૮. અદબ | ||
|next = | |next = ૬૦. હાલરડું ત્રીજું | ||
}} | }} |
Latest revision as of 05:04, 23 April 2023
દીધા તેં સુખ દહાડી દહાડી રે, મારા મનમાં છે માડી;
ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક
બાળપણે હું હતો બહુ નિર્બળ,
પણ તેં પીડા ન પામડી રે;
પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો,
પ્રીતે તું ફરતી ઉપાડી રે;
હાલરડાં ગાતી હેતે હિંચોળી,
પારણા માંહી પોઢાડી રે;
ભીનેથી કોરે સંભાળીને કરતી,
આછા ઓછાડ ઓડી રે;
ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી,
ઊંઘે ભરેલી ઉઠાડી રે;
દુખિયો દેખીને થતી દુખી દિલમાં;
પાંપણથી આંસુ પાડીરે,
જોઈતું તે હું કહી શકતો ન જીભે,
ચેતીતી ચિત પહોંચાડીરે;
મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં,
ખાટાં કે કડવાં ઉખાડિરે;
દિવસમાં ઘડીએ ન જંપવા દેતો,
એવો હતો હું અનાડીરે;
ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં,
વિવિધ વાતે વિતાડીરે;
ચાર ઘડી એવી ચાકરીનો ગુણ,
મનથી શકું ન મટાડીરે;
દલપતરામ કહે દાસ થઈને,
આપીશ બદલો અગાડીરે;