રચનાવલી/૧૫૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫૦. દાદુ દયાલની સાખીઓ |}} {{Poem2Open}} મધ્યકાલીન સંતકવિ દાદુ દયાલનું મોટાભાગનું જીવન ભલે રાજસ્થાનમાં વીત્યું પણ એમનો જનમનો નાતો અમદાવાદ જોડે છે. અમદાવાદની સાબરમતી જોડે છે. લોકવા...")
 
No edit summary
Line 16: Line 16:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૪૯
|next =  
|next = ૧૫૧
}}
}}

Revision as of 11:49, 8 May 2023


૧૫૦. દાદુ દયાલની સાખીઓ


મધ્યકાલીન સંતકવિ દાદુ દયાલનું મોટાભાગનું જીવન ભલે રાજસ્થાનમાં વીત્યું પણ એમનો જનમનો નાતો અમદાવાદ જોડે છે. અમદાવાદની સાબરમતી જોડે છે. લોકવાયકા એવી છે કે અનૌરસ સંતાન દાદુને કોઈએ સાબરમતી નદીમાં વહાવી દીધા હતા અને તે ત્યારબાદ કોઈ પિંજારા કુટુંબમાં એમનું લાલનપાલન થયું, પછી તો એ રાજસ્થાન પહોંચ્યા. એ એમની કર્મભૂમિ બની. ત્યાં જ મૃત્યુને કારણે અજમેર પાસેનું નરાણા ગામ એમની સમાધિનું ધામ બન્યું. સંત દાદુ જ્યાં બેસતા એ ખીજડાનું ઝાડ હજી ત્યાં મોજૂદ છે અને ત્યાં દાદુ દ્વારા બંધાયું છે. તેમની સ્મૃતિમાં ત્યાં મેળો પણ ભરાય છે; અને ‘પરબ્રહ્મ સંપ્રદાય' કે ‘દાદુપંથ’ના અનેક ફાંટાઓ એકઠા મળે છે. કબીરની જેમ સામાન્ય લોકોમાંથી આવીને સામાન્ય લોકોના શિક્ષણનું અને એમની કક્ષાએ રહી સંસ્કૃતિનું કામ કરનારા દાદુ દયાલના જીવનની આથી વધુ કોઈ વિગત મળતી નથી. એ વખતે ઇતિહાસ લખાતા પણ એ ઇતિહાસ રાજાઓના હતા. એમાં લોકસમુદાયનું વર્ણન આવતું નથી. તેથી કબીર, રૈદાસ કે દાદુ દયાલ જેવા આપણા મધ્યકાલીન સંતો અંગેની કોઈ માહિતી સચવાયેલી મળતી નથી. આમ છતાં જનજીવનમાં દાદુ દયાલના વિચારો જે ઘૂમતા રહ્યા છે, હિન્દુ મુસ્લીમ એકતાનો તાર જે એમાં ગુંજતો રહ્યો છે, ભક્તિ અને જ્ઞાનનો જે સર્વસામાન્ય સ્પર્શ એમાં અકબંધ રહ્યો છે તેને દાદુ દયાલને જીવતા રાખ્યા છે. એક બાજુ મધ્યકાળમાં ઊજળો સમાજ નાતજાતનો કટ્ટર પાલક રહ્યો છે, તો બીજી બાજુ નીચી જાતિમાં જન્મેલા મોટાભાગના સંત કવિઓ નાતજાતના વિરોધી રહ્યા છે. સંપ્રદાયોમાં પુરાઈ રહેવાની મના કરમાવી છે. દાદુ દયાલ પૂછે છે : ‘દાદુ એ સબ કિસકે પંથમે ધરતી અર અસમાન / પાણી પવન દિનરાતિકા ચન્દ્ર સૂર રહિમાન.' (આ બધાં એટલે ધરતી, આકાશ, પાણી, પવન, દિવસ, રાત, ચન્દ્ર, સૂર્ય અને ઈશ્વર ક્યા સંપ્રદાયના છે?) આવી સાખીઓ દ્વારા તેમજ બોધક પદો દ્વારા દાદુ દયાળે લોકોમાં સંસ્કાર રેડવાનું કામ કર્યું છે. રચનાઓમાં ધર્મ ભલે કેન્દ્ર સ્થાને હતો પણ દાદુ દયાલે પોતાના અભણ લોકસમુદાયને લક્ષમાં રાખીને સમજાય એવી ઉપમાઓ, તરત ગળે ઊતરી જાય તેવાં પ્રતીકો અને સંદેશો સોંસરો ઊતરી જાય એ માટેના અલંકારોનો પોતાની રચનામાં ઉપયોગ કર્યો છે. અલબત્ત દાદુ દયાલે પોતાની પોતાની રચનાઓનો પોતે કોઈ સંગ્રહ કર્યો નથી. એમના શિષ્યોએ પછીથી એમની વાણીને સાચવી લેવાનું કામ કર્યું છે. પણ એમાં ઘણુંબધું ભેળસેળ થવા પામ્યું છે. છતાં પરશુરામ ચતુર્વેદીએ જે ‘દાદુ દયાલ ગ્રંથાવલી' તૈયાર કરી છે એના પર વિશ્વાસ રાખીને ચાલવાનું રહે છે. અહીં દાદુ દયાલની સાખીઓને ૩૭ અંગોમાં વહેંચી દેવામાં આવી છે; અને એમનાં પદોને ૨૬ રાગો અનુસાર ગોઠવવામાં આવ્યાં છે. દેખાય આવે છે કે દાદુને નામે પદો કરતાં સાખીઓની સંખ્યા વધુ છે. આ પદો અને સાખીઓમાં દાદુ દયાલની મૌલિકતા કેટલી છે એવી તપાસ મધ્યકાળના કવિઓ વિશે કરવી નકામી છે. મધ્યકાળના સંતકવિઓનું મૂલ્યાંકન કરવામાં જોવાનું એટલું રહે છે કે આ કવિઓએ અભણ લોકોને સાંસ્કૃતિક નેતૃત્વ કઈ રીતે પૂરું પાડ્યું છે, અભણ લોકોની આંતરિક જરૂરિયાતને કઈ રીતે સંતોષી છે, અને ધર્મની કે ધર્મની એકતાની વાત કરતાં કરતાં પણ ભાષાની કલાને કેવી રીતે અકસ્માતે અડકી લીધી છે. બહુ ટૂંકાં વાક્યોમાં સંતકવિ કેટલું બધું ભરી દે છે એનું ઉદાહરણ જુઓ : ‘માખણ મન પાંહણ ભયા, માયા રસ પીયા / પાંહણ મન માંખણ ભયા, રામ રસ લીયા.’ (માયા રસ પીધો તો માખણ સરખું મન પાષાણ થઈ ગયું પણ રામરસ પીધો તો પાષાણ જેવું મન માખણ થઈ ગયું). પતિવ્રતા નારી અને વ્યભિચારિણી નારીનું એના જમાનાનું ઉદાહરણ લઈને દાદુ એકાગ્ર ભક્તિનું રહસ્ય સરલતાથી પ્રજાને સમજાવે છે : ‘દાદુ પતિ ભરતા કે એક હૈ, દુજા નાંહી આન / વિભચારનિ કે દોઈ હૈ પરઘર એક સમાન' (પતિવ્રતા માટે એક જ પતિ છે, બીજો કોઈ નથી. વ્યભિચારિણીને તો પારકું કે પોતાનું ઘર બંને સરખા છે). હિન્દુમુસ્લીમ ઝઘડાને, સંપ્રદાયો વચ્ચેના કલહને, ઊંચનીચના વિચારને એક ઉદાહરણના દોરે પરોવીને દાદુએ આકર્ષક રીતે સાખી લખી છે : ‘ખંડ ખંડ કરી બ્રહ્મ હૂં, પખિ પખિ લીયા આંટિ / દાદુ પૂરણ બ્રહ્મ તજિ બંધે ભ્રમકી ગાંઠિ.' (બ્રહ્મને ખંડ ખંડ કરી એના ટુકડે ટુકડા વહેંચી લીધા. પૂર્ણ બ્રહ્મને તજીને, બધા ભ્રમના બંધનમાં ફસાયા). અહીં દાદુ ‘બ્રહ્મ' અને ‘ભ્રમ'ને નજીક લાવીને લોકહૃદયમાં સંદેશો સોંસરવો ઉતારી દેવા મથ્યા છે. ક્યારેક એક જ ક્રિયાપદ ‘સૂતા’નો ઉપયોગ કરીને વારે વારે દોહરાવીને દાદુએ સૂતા લોકોને સમર્થ રીતે જગાડવા પ્રયત્ન કર્યો છે : ‘સૂતા આવૈ, સૂતા જાઈ સૂતા ખેલૈ સૂતા ખાઈ / સૂતા લેવૈ સૂતા દેવૈ દાદુ સૂતા જાઈ.’ (સૂતા આવ્યા છે, સૂતા જશે, સૂતા રમે છે અને સૂતા જમે છે. સૂતાં સૂતાં જ લેવડદેવડ કહે છે અને સૂતા જ જાય છે). ક્ષણે ક્ષણે ઓછા થતા જતા આયુષ્ય તરફ લોકોને સજાગ કરતું એમનું એક પદ જોવા જેવું છે : ‘જાગિ રે સબ રેનિ વિહાંની / જાઈ જનમ અંજરી કો પાની' (જાગ, રાત વીતી ગઈ છે અને જનમ ખોબાના પાણીની જેમ ટપકતું જાય છે). આ પછી ઘડી ઘડી ઘડિયાળ બજાવતા દિવસ અને રાત, સૂર્ય અને ચન્દ્રને કવિ દાખલ કરે છે. સરોવરનું પાણી, વૃક્ષની છાયા પણ એ જ સંદેશ આપે છે કે ‘નિસદિન કાલ મરા સે કાયા.' (કાળ નિશદિન કાયાનો કોળિયો કર્યે જાય છે) એક જગ્યાએ પોતે અને જગતને સામસામા રાખીને તેમજ પોતે અને જગતને એકબીજામાં એકઠા કરી સંત કવિ દાદુ દયાલ કહે છે કે ‘એક કહો તો દોઈ હૈ દોઈ કહો તો એક / યો દાદુ હેરાન હૈ..... આમ એક કહો તો બે છે અને બે કહો તો એક છે એ જોઈ હેરાન થતાં દાદુ દયાલ ભારતીય સંસ્કૃતિના સમર્થ સંવાહક છે. સાહિત્ય અકાદમી, દિલ્હીની ‘ભારતીય સાહિત્યના નિર્માતા' શ્રેણી અંતર્ગત રામબક્ષે લખેલું ‘દાદુ દયાલ' પુસ્તક ગુજરાતીમાં બિન્દુ ભટ્ટે કરેલા અનુવાદમાં મેળવી શકાય તેમ છે.