ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/જૂના ઘરનું અજવાળું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જૂના ઘરનું અજવાળું'''}}
{{SetTitle}}
----
{{Heading|જૂના ઘરનું અજવાળું | વીનેશ અંતાણી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નવા ઘરમાં રહેવા જવાનું હતું. સુકેતુને બે દિવસની રજા હતી. આવતી કાલે રવિવાર હતો અને સવારથી જ સામાન લઈ જવા માટે પેકર્સના માણસો આવી જવાના હતા. અત્યારે આખું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સુકેતુ અને એની પત્ની મીના નવા ઘરમાં લઈ જવાની જરૂર નહોતી એવી ચીજવસ્તુઓ એકઠી કરી રહ્યાં હતાં. એવી નકામી ચીજોની સંખ્યા વધતી જતી હતી. કેટલીક વસ્તુઓ વરસોથી કશા કામમાં આવી નહોતી અને કેટલીક વસ્તુઓ બદલાયેલા સમય પ્રમાણે નવા ઘરની સજાવટમાં કામ લાગે તેવી રહી નહોતી. મીના તો બધું જ બદલાવી નાખવા માગતી હતી, પણ એકીસાથે નવી વસ્તુઓ અને ફર્નિચર ખરીદવા જતાં અત્યારે બજેટ વધી જતું હતું. એની અને સુકેતુની વચ્ચે થયેલી લાંબી ચર્ચા અને દલીલો પછી મીનાએ કમને સંમત થવું પડ્યું હતું.