યાત્રા/મેં વાંછ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મેં વાંછ્યું|}} <poem> મેં વાંછ્યું કે ફૂલભરી નજાકતો ફેલાયેલી ચોગમ માહરી રહે, માધુર્યના ઘૂંટ ભરી ભરી મને નવાજતી આ નિત જિન્દગી રહે. તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં જાળ વિષે અાંહિ મન...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 9: Line 9:


તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં
તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં
જાળ વિષે અાંહિ મને વસાવ્યો,
જાળાં વિષે આંહિ મને વસાવ્યો,
ને કંટકોનાં કટુ તિક્ત ટોચણાં-
ને કંટકોનાં કટુ તિક્ત ટોચણાં-
તણી મને જ્યાફત માત્ર બક્ષી.
તણી મને જ્યાફત માત્ર બક્ષી.
Line 15: Line 15:
છે એ ય હા ઠીક! માધુર્ય શું તે
છે એ ય હા ઠીક! માધુર્ય શું તે
માણ્યું હશે મેં બહુ પૂર્વ કાળે;
માણ્યું હશે મેં બહુ પૂર્વ કાળે;
કહે, નહીં તે બસ આટલી બધી
કહે, નહીં તો બસ આટલી બધી
પિછાનથી કેમ શકુ જ ઝંખી એ?
પિછાનથી કેમ શકું જ ઝંખી એ?


હવે રહ્યું જે જગ બાકી, તેને
હવે રહ્યું જે જગ બાકી, તેને
પિછાનવું પૂર્ણ પણે તદાત્મ થૈ;
પિછાનવું પૂર્ણપણે તદાત્મ થૈ;
પિછાનવું, હા, વળી ચાહવું અને
પિછાનવું, હા, વળી ચાહવું અને
કઠોર એ કંટકની જમાતને
કઠોર એ કંટકની જમાતને

Revision as of 01:43, 11 May 2023

મેં વાંછ્યું

મેં વાંછ્યું કે ફૂલભરી નજાકતો
ફેલાયેલી ચોગમ માહરી રહે,
માધુર્યના ઘૂંટ ભરી ભરી મને
નવાજતી આ નિત જિન્દગી રહે.

તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં
જાળાં વિષે આંહિ મને વસાવ્યો,
ને કંટકોનાં કટુ તિક્ત ટોચણાં-
તણી મને જ્યાફત માત્ર બક્ષી.

છે એ ય હા ઠીક! માધુર્ય શું તે
માણ્યું હશે મેં બહુ પૂર્વ કાળે;
કહે, નહીં તો બસ આટલી બધી
પિછાનથી કેમ શકું જ ઝંખી એ?

હવે રહ્યું જે જગ બાકી, તેને
પિછાનવું પૂર્ણપણે તદાત્મ થૈ;
પિછાનવું, હા, વળી ચાહવું અને
કઠોર એ કંટકની જમાતને
માધુર્ય પેલું ચિરજ્ઞાત બક્ષવું.
ઑક્ટોબર ૧૯૪૫