યાત્રા/જોયો તામિલ દેશ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જોયો તામિલ દેશ|}} <poem> ૧ જોયો તામિલ દેશ, વેશ અડવો, સ્યામાંગ જાણે બળ્યો દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે દૃગ એની ઉત્તર દિશે સૌન્દર્ય જોવા ગઈ, ત્યારે ફેરવવું ચૂક્યો, ત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
૧ | ૧ | ||
જોયો તામિલ દેશ, વેશ અડવો, | જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો | ||
દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે | દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે | ||
દૃગ એની ઉત્તર દિશે સૌન્દર્ય જોવા ગઈ, | સ્રષ્ટા, જ્યાં દૃગ એની ઉત્તર દિશે સૌન્દર્ય જોવા ગઈ, | ||
ત્યારે ફેરવવું | ત્યારે ફેરવવું ચુક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો. | ||
૨ | ૨ | ||
Line 14: | Line 14: | ||
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ | ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ | ||
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | ||
અર્પ્યો રત્નપ્રવાલભૂષિત | અર્પ્યો રત્નપ્રવાલભૂષિત રુડો લ્હેરંત શો ચંચલ! | ||
ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે! | ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે! | ||
Line 21: | Line 21: | ||
કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી; | કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી; | ||
રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | ||
કંઠે કંઠ મળ્યા ભળ્યાં ઉર-ઉરો, શી સ્નેહસૌદામિની | |||
પૃથ્વીને પટ | પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી! | ||
૪ | ૪ | ||
Line 28: | Line 28: | ||
જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર, | જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર, | ||
આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | ||
દારિદ્રયે હત, વસ્ત્રવંચિત, નહીં | દારિદ્રયે હત, વસ્ત્રવંચિત, નહીં એકે ય શક્તિ-ઇષુ, | ||
ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર. | ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર. | ||
૫ | ૫ | ||
રે આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ | રે આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ, | ||
ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | ||
એને સ્વાત્મપરાક્રમે નિજ વશે લેવા રહ્યો, જાડ્ય કો | એને સ્વાત્મપરાક્રમે નિજ વશે લેવા રહ્યો, જાડ્ય કો | ||
જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની | જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલી ય ગૈ? | ||
૬ | ૬ | ||
Line 43: | Line 43: | ||
શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની | શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની | ||
વેદી દીપ્ત રહી ક્યહીં લઘુ ક્યહીં મોટી, મહાયામિની | વેદી દીપ્ત રહી ક્યહીં લઘુ ક્યહીં મોટી, મહાયામિની | ||
તારા-ભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ. | |||
૭ | ૭ | ||
Line 55: | Line 55: | ||
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | ||
શ્યામાંગે રસતી | શ્યામાંગે રસતી હરિદ્રુતિને, એકાદ યે પુષ્પથી | ||
જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી | જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી | ||
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | ||
Line 76: | Line 76: | ||
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | ||
બીજે તે | બીજે તે ત્યહીં યે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે | ||
બીજાથી નીવડ્યો, ચડ્યો હૃદયના નિષ્કિંચના કો ગુણે, | બીજાથી નીવડ્યો, ચડ્યો હૃદયના નિષ્કિંચના કો ગુણે, | ||
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | ||
Line 82: | Line 82: | ||
૧૨ | ૧૨ | ||
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ | જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્હેતાં ખિલી, | ||
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી, | જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી, | ||
જોયાં શ્યામલ બાળ મુગ્ધ ઉરને જાતાં જ એવું હરી, | જોયાં શ્યામલ બાળ મુગ્ધ ઉરને જાતાં જ એવું હરી, | ||
જોયો જીવનનો કલાપ | જોયો જીવનનો કલાપ અહિં યે અન્યત્ર જેવો બલી. | ||
૧૩ | ૧૩ | ||
ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | ||
ના કો | ના કો કાવ્ય-કલા-રસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, | ||
ના ધર્મે, ન શહાદતે, નહિ વસ્યું વા | ના ધર્મે, ન શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે! | ||
ના ગાઢ પ્રણયે — કિંતુ કથની તેની સમે કો બીજે! | ના ગાઢ પ્રણયે — કિંતુ કથની તેની સમે કો બીજે! | ||
</poem> | </poem> |
Revision as of 02:56, 13 May 2023
૧
જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો
દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે
સ્રષ્ટા, જ્યાં દૃગ એની ઉત્તર દિશે સૌન્દર્ય જોવા ગઈ,
ત્યારે ફેરવવું ચુક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો.
૨
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ
અર્પ્યો રત્નપ્રવાલભૂષિત રુડો લ્હેરંત શો ચંચલ!
ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે!
૩
કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી;
રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની,
કંઠે કંઠ મળ્યા ભળ્યાં ઉર-ઉરો, શી સ્નેહસૌદામિની
પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી!
૪
જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર,
આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ —
દારિદ્રયે હત, વસ્ત્રવંચિત, નહીં એકે ય શક્તિ-ઇષુ,
ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર.
૫
રે આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ,
ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો
એને સ્વાત્મપરાક્રમે નિજ વશે લેવા રહ્યો, જાડ્ય કો
જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલી ય ગૈ?
૬
તોયે શ્યામલ રાતમાં જન-ઉરે ઝંખા નહીં લુપ્ત થૈ,
શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની
વેદી દીપ્ત રહી ક્યહીં લઘુ ક્યહીં મોટી, મહાયામિની
તારા-ભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ.
૭
જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે,
જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી,
જોયાં તોરણ દ્વારનાં રસવતા ભાસ્કર્યની શ્રી ભરી,
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે!
૮
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી,
શ્યામાંગે રસતી હરિદ્રુતિને, એકાદ યે પુષ્પથી
જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી!
૯
જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની,
શીર્ષે લંબ શિખા, ત્રિપુંડ તિલકોનાં રમ્ય આલેખને
એકાદું ઉપવસ્ત્ર યે દ્વિજ તણી શોભા બઢાવે, બને
સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની.
૧૦
જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે?
કે કો મોહક મૂર્છને, રમણીના કો સ્નેહના કર્ષણે
તેનું સર્વસ રમ્ય લાગ્યું, વીસર્યો દોષો શું આછા ગુણે?
ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને.
૧૧
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી
બીજે તે ત્યહીં યે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે
બીજાથી નીવડ્યો, ચડ્યો હૃદયના નિષ્કિંચના કો ગુણે,
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી.
૧૨
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્હેતાં ખિલી,
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી,
જોયાં શ્યામલ બાળ મુગ્ધ ઉરને જાતાં જ એવું હરી,
જોયો જીવનનો કલાપ અહિં યે અન્યત્ર જેવો બલી.
૧૩
ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે,
ના કો કાવ્ય-કલા-રસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે,
ના ધર્મે, ન શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે!
ના ગાઢ પ્રણયે — કિંતુ કથની તેની સમે કો બીજે!
જૂન, ૧૯૪૩