યાત્રા/એક મિત્રયુગલને: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|એક મિત્રયુગલને| }} | {{Heading|એક મિત્રયુગલને| }} | ||
<poem> | {{block center| <poem> | ||
તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને– | તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને– | ||
નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ | નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ | ||
Line 20: | Line 20: | ||
તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં, | તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં, | ||
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં? | ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં? | ||
{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૭}} | <small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૭}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 02:44, 20 May 2023
એક મિત્રયુગલને
તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને–
નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ
ફરે પાછી હારી, ઉભય થકી આંદોલિત થતી
રહે નાડી જાણે સમવિષમ વિદ્યુત્પ્રવહને.
અહો આ નારીને નિરખું, હરખું, કે રણ મહીં
ઉગેલી ઝાડી–તે બિચ વિલસતું નિર્ઝર લઘુ
સમું લીલી સાડી મહીં ગુપત હૈયું મધુરવું;–
તૃષાની તૃપ્તિનો રસ રણપ્રવાસી જ સમજે.
અને આ ભૈયાને – સડક પર સામે સુરજની
ઊંચી વંકી ડોકે અસપ પુરપાટે જ સરતા
સમો–એ થાક્યાંને મજલ મહીં દેતો મદદ શી!
સદા એના સ્નાયુ સ્પરશી ગ્રહું આશ્વાસન કશું!
તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં,
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં?
સપ્ટેમ્બર, ૧૯૩૭