યાત્રા/તને જોવી: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂ) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|તને જોવી|}} | {{Heading|તને જોવી|}} | ||
<poem> | {{block center| <poem> | ||
તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી, | તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી, | ||
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી, | દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી, | ||
Line 20: | Line 20: | ||
તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું, | તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું, | ||
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું. | ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું. | ||
{{Right|એપ્રિલ, ૧૯૪૩}} | <small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small> | ||
<br> | </poem>}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:30, 20 May 2023
તને જોવી
તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી,
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી,
અદીઠા અબ્ધિનાં જલ નિવહતી, શી અમ પરે
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે!
તને જોવી જોવી : અચલ ચલ આંખોની પલકે,
ઉઠંતા અદ્રિ શા હૃદયજલની મત્ત છલકે,
ધસી જાવું તારા પ્રતિ, શિશુ-ઝરાના કલરવે,
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે.
તને જોવી જોવી : સ્ફુટિત કરવી કોમલ કુંળી
અમારી ઈપ્સાની જ્વલિત કરવી તેજસ-કળી,
સ્ખલંતા પાયોમાં નવલ બલ આધાન કરવું,
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું.
તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું,
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું.
એપ્રિલ, ૧૯૪૩