વસુધા/નથી નિરખવો શશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નથી નિરખવો શશી|}} <poem> નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો, ભલે વિહરતો લસી ગગનમસ્કલે પૂર્ણ એ. તુરંગમહીં બદ્ધ આ જન અમે અહીં જે ખડા પ્રફુલ્લ શશીની છટા ઉતરતી તહીં ચોકમાં નિહાળી સળિયા થ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:
<poem>
<poem>
નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો,
નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો,
ભલે વિહરતો લસી ગગનમસ્કલે પૂર્ણ એ.
ભલે વિહરતો લસી ગગનમણ્ડલે પૂર્ણ એ.


તુરંગમહીં બદ્ધ આ જન અમે અહીં જે ખડા
તુરંગમહીં બદ્ધ આ જન અમે અહીં જે ખડા
Line 11: Line 11:
નથી વદન ચન્દ્રનું નિરખવા જરાકે સ્પૃહા,
નથી વદન ચન્દ્રનું નિરખવા જરાકે સ્પૃહા,
ભલે જગત માણતું રજતરેલ એની સુખે
ભલે જગત માણતું રજતરેલ એની સુખે
અમારું દિલ એહને નહિ ચહે-સહે સ્પર્શ, રે!
અમારું દિલ એહનો નહિ ચહે-સહે સ્પર્શ, રે!


કશે વ્યરથ ચાંદની–સિત રંગમાં મ્હાલવું,
કશે વ્યરથ ચાંદની–રસિત રંગમાં મ્હાલવું,
યદા હિ અમ સંગ કેઈ દિલદાર જે છે નહિ? ૧૦
યદા હિ અમ સંગ કોઈ દિલદાર જો છે નહિ? ૧૦
કશે વ્યરથ ચન્દ્રનું વદન ખાલી જવું, યદિ
કશે વ્યરથ ચન્દ્રનું વદન ખાલી જોવું, યદિ
ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી
ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી
શશી થકી ય પૂર્ણ કુલ્લ મુખ એ મરી ને સ્મરી
શશી થકી ય પૂર્ણ ફુલ્લ મુખ એ સ્મરી ને સ્મરી
કશે હૃદય બાળવું?
કશે હૃદય બાળવું?
::: નિરખવો નથી રે શશી!
::: નિરખવો નથી રે શશી!

Latest revision as of 03:25, 24 May 2023

નથી નિરખવો શશી

નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો,
ભલે વિહરતો લસી ગગનમણ્ડલે પૂર્ણ એ.

તુરંગમહીં બદ્ધ આ જન અમે અહીં જે ખડા
પ્રફુલ્લ શશીની છટા ઉતરતી તહીં ચોકમાં
નિહાળી સળિયા થકી નયન ઠારશું; રે, હવે
નથી વદન ચન્દ્રનું નિરખવા જરાકે સ્પૃહા,
ભલે જગત માણતું રજતરેલ એની સુખે
અમારું દિલ એહનો નહિ ચહે-સહે સ્પર્શ, રે!

કશે વ્યરથ ચાંદની–રસિત રંગમાં મ્હાલવું,
યદા હિ અમ સંગ કોઈ દિલદાર જો છે નહિ? ૧૦
કશે વ્યરથ ચન્દ્રનું વદન ખાલી જોવું, યદિ
ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી
શશી થકી ય પૂર્ણ ફુલ્લ મુખ એ સ્મરી ને સ્મરી
કશે હૃદય બાળવું?
નિરખવો નથી રે શશી!