વસુધા/કોકિલ અને ડાળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કોકિલ અને ડાળી|}} <poem> વસંત વાંછે જગ પુષ્પ કાજે, કે ફાગના રંગ વિલાસ કાજે. વસંતને કોકિલ માત્ર વાંછે ટહૂકવા ગાન ગળું ભરીને. તારો, સખી! એમ હું સ્નેહ વાંછું, હૈયું ભરીને બસ માત્ર ગાવા....")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 8: Line 8:
ટહૂકવા ગાન ગળું ભરીને.
ટહૂકવા ગાન ગળું ભરીને.


તારો, સખી! એમ હું સ્નેહ વાંછું,
તારો, સખી ! એમ હું સ્નેહ વાંછું,
હૈયું ભરીને બસ માત્ર ગાવા.
હૈયું ભરીને બસ માત્ર ગાવા.
...
{{center|...}}
ગાજે ભલે, કોકિલ! તું વસંતમાં,
ગાજે ભલે, કોકિલ! તું વસંતમાં,
વસંત વીત્યે પણ ચૂપ તું થશે.
વસંત વીત્યે પણ ચૂપ તું થશે.

Latest revision as of 02:09, 25 May 2023

કોકિલ અને ડાળી

વસંત વાંછે જગ પુષ્પ કાજે,
કે ફાગના રંગ વિલાસ કાજે.
વસંતને કોકિલ માત્ર વાંછે
ટહૂકવા ગાન ગળું ભરીને.

તારો, સખી ! એમ હું સ્નેહ વાંછું,
હૈયું ભરીને બસ માત્ર ગાવા.

...


ગાજે ભલે, કોકિલ! તું વસંતમાં,
વસંત વીત્યે પણ ચૂપ તું થશે.

સૂનું થયેલું જગ ગીતવ્હોણું
ભૂલે તને તે ઘડી કો હિયાના
પ્રચ્છન્ન પ્રસ્પન્દનું ગીત સૂણવા
ઇચ્છા રહે છે, અહીં આવી જાજે.

આ વૃક્ષડાળી, પિયુ!, નીડ નાનો
મૂંગા તને યે નિજ અંક ધારશે.