વસુધા/સાંઝને સમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 9: Line 9:


છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે,
છેલ્લો ટહુકાર એનો પંખીડું ગાઈ લે,
છેલ્લે ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
છેલ્લો ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
::: સાંઝને સમે સખી આવજે.
::: સાંઝને સમે સખી આવજે.


Line 16: Line 16:
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
::: સુરભિ ઉચ્છ્વાસતણું લાવજે,
::: સુરભિ ઉચ્છ્વાસતણી લાવજે,
: હો સખી! સાંઝને સમે જરા આવજે!
: હો સખી! સાંઝને સમે જરા આવજે!
</poem>
</poem>

Latest revision as of 02:31, 25 May 2023

સાંઝને સમે

સાંઝને સમે સખી આવજે,
સૂના સરવર કેરી પાળે,
અંતર કેરી પાળે, હો સખી!
સાંઝને સમે જરા આવજે!

છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લો ટહુકાર એનો પંખીડું ગાઈ લે,
છેલ્લો ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
સાંઝને સમે સખી આવજે.

ભરતો ઉચ્છ્વાસ વાયુ કુંજોને કોટી લે,
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
સુરભિ ઉચ્છ્વાસતણી લાવજે,
હો સખી! સાંઝને સમે જરા આવજે!