વસુધા/વિનમ્ર વિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિનમ્ર વિજય|}} <poem> બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા; ચઢે ખડકથી ય ઉગ્ર ખડકે બની ત્રાટકે, સવેગ ભટકાય, ત્યાં તટતણું હસે ટેકરા! પરાજિત થએલ રાશિ જળના ઢ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ | બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ | ||
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા; | સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા; | ||
ચઢે ખડકથી ય ઉગ્ર | ચઢે ખડકથી ય ઉગ્ર ખડકો બની ત્રાટકે, | ||
સવેગ ભટકાય, ત્યાં | સવેગ ભટકાય, ત્યાં તટતણા હસે ટેકરા! | ||
પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા | પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા | ||
અનેકશઃ | અનેકશઃ તો ય ના તટતણો ખર્યો કાંકરો, | ||
ખર્યો ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી | |||
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો! | ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો! | ||
તહીં મુદિત ભાનુએ જલધિને | તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યો કરે, | ||
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦ | કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦ | ||
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું. | પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું. |
Latest revision as of 15:36, 7 June 2023
વિનમ્ર વિજય
બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા;
ચઢે ખડકથી ય ઉગ્ર ખડકો બની ત્રાટકે,
સવેગ ભટકાય, ત્યાં તટતણા હસે ટેકરા!
પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા
અનેકશઃ તો ય ના તટતણો ખર્યો કાંકરો,
ખર્યો ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો!
તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યો કરે,
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું.
ઉદાસ જલ અબ્ધિનું ખડક ભેદી ત્યાં તે ઝર્યું,
જઈ જલધિને મળ્યું વિજયની કહેતું કથા;
અને ઉદધિ ઊછળ્યો પરમ પ્રેમનાં ફીણથી!