ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ રાઠોડ/વિપર્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વિપર્યાસ'''}}
{{SetTitle}}
----
{{Heading|વિપર્યાસ | પારુલ રાઠોડ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઑફિસેથી આવીને થોડી વાર આરામ કરી તે હીંચકા પર બેઠી. આ તેનો નિત્યક્રમ હતો. હળવાશભરી આ ક્ષણોમાં સૂર્યાસ્ત અને ચંદ્રોદયની લીલાને તે રસપૂર્વક જોયા કરતી. દોડાદોડી કરતાં બાળકો જેવા આ સાંધ્યરંગો, ગુલમ્બોર શો રતુંબડો થઈ ડૂબી જતો સૂરજ, રાતરાણીની સુગંધ લઈને આવતો ચંદ્ર, ઘેરાતા જતા અંધકારમાં તારકગણ શાં ચમકતાં મધુમાલતીનાં ફૂલો, રોજ માની જેમ તેના પર વહાલથી હાથ ફેરવતાં શીતળ ચંદ્રકિરણો — કોણ જાણે કેમ પણ આજે આ બધું તેને અકળાવતું હતું.