બહુવચન/પ્રારંભિક: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 52: | Line 52: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center> | |||
{|style="width:350px"| | |||
{{ | |- | ||
temperment brings to other men”'' | |{{justify|''“My complicitious friendship; this is what my temperment brings to other men”''}} | ||
|- | |||
''“...friends until that state of profound friendship | |{{justify|''“...friends until that state of profound friendship | ||
where a man is abandoned, abandoned by all his | where a man is abandoned, abandoned by all his | ||
friends encounters in life the one who will | friends encounters in life the one who will | ||
accompany him beyond life, himself without life | accompany him beyond life, himself without life | ||
capable of free friendship detached from all ties.” | capable of free friendship detached from all ties.”}} | ||
{{right|'''-Georges Battaille'''}} | {{right|'''-Georges Battaille'''}} | ||
|- | |||
|{{justify| | |||
{{ | સામાયિકોમાં વેર વિખેર પડેલા મારા અનુવાદ ઉપર કેટલાક | ||
મિત્રોની નજર કેન્દ્રિત થઈ અને એની ઉપયોગિતા એમને | મિત્રોની નજર કેન્દ્રિત થઈ અને એની ઉપયોગિતા એમને | ||
હૈયે વસવાથી ગ્રંથસ્થ કરવાનો નિર્ણય લીધો; | હૈયે વસવાથી ગ્રંથસ્થ કરવાનો નિર્ણય લીધો; | ||
Line 72: | Line 72: | ||
તેની કાળજી લીધી અને એથી પણ ચાક્ષુષી | તેની કાળજી લીધી અને એથી પણ ચાક્ષુષી | ||
આભિજાત્યના એક નમૂનેદાર ગ્રંથનું સર્જન કર્યું }} | આભિજાત્યના એક નમૂનેદાર ગ્રંથનું સર્જન કર્યું }} | ||
|} | |||
</center> | |||
<center>એ મારા મિત્રો | <poem><center>એ મારા મિત્રો | ||
જયેશ ભોગાયતા, કમલ વોરા, નૌશિલ મહેતા, | જયેશ ભોગાયતા, કમલ વોરા, નૌશિલ મહેતા, | ||
Line 80: | Line 82: | ||
'''કરમશીપીર''' | '''કરમશીપીર''' | ||
</center> | </center></poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
Line 100: | Line 102: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = એક પત્ર | |||
}} |
Revision as of 02:46, 15 July 2023
બહુવચન
અનુવાદસંચય
કરમશીપીર
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
Bahuvachan
Collection of Translated Articles
© ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
પ્રકાશક:
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
એ-૪૦૩, પારસનાથ, સુધા પાર્ક,
શાંતિ પથ, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ ૪૦૦ ૦૭૭
પ્રાપ્તિસ્થાન
ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૦૨૬૯૧, ૨૨૦૦૧૩૫૮
૧-૨, અપર લેવલ, સેન્ચ્યુરી બજાર, આંબાવાડી સર્કલ અમદાવાદ ૩૮૦૦૦૬
Email : imageabd1@gmail.com
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૧૭૨૧૩ ૨૨૦૮૫૫૯૩
Email: nsmmum@yahoo.co.in
પ્રસાર
૧૮૮૮,આતાભાઈ એવન્યુ, ભાવનગર ૩૬૪૦૦૧
ફોન : ૦૨૭૮-૨૫૬૮૪૫૨
Email: jayantmeghani@gmail.com
પહેલી આવૃત્તિ : ૨૦૧૨
પ્રત ૫૦૦૦
મૂલ્ય ૩૫૦
આવરણ: અતુલ ડોડિયા
મુદ્રણા સજ્જા : અતુલ ડોડિયા, નવશિલ મહેતા
મુદ્રણ : મંજુલ ગ્રાફિક્સ મુંબઈ
“My complicitious friendship; this is what my temperment brings to other men” |
“...friends until that state of profound friendship where a man is abandoned, abandoned by all his friends encounters in life the one who will accompany him beyond life, himself without life capable of free friendship detached from all ties.” -Georges Battaille |
સામાયિકોમાં વેર વિખેર પડેલા મારા અનુવાદ ઉપર કેટલાક મિત્રોની નજર કેન્દ્રિત થઈ અને એની ઉપયોગિતા એમને હૈયે વસવાથી ગ્રંથસ્થ કરવાનો નિર્ણય લીધો; ગ્રંથ નિર્માણની આપણી પ્રક્રિયાનો બોજ મારા પર ન પડે તેની કાળજી લીધી અને એથી પણ ચાક્ષુષી આભિજાત્યના એક નમૂનેદાર ગ્રંથનું સર્જન કર્યું |
જયેશ ભોગાયતા, કમલ વોરા, નૌશિલ મહેતા,
અતુલ ડોડિડીયા તેમજ બાબુ સુથારને
મારું આ અનુવાદકાર્ય અંતઃકરણ પૂર્વક અર્પણ કરું છું
કરમશીપીર
કમલ વોરા – નૌશિલ મહેતા
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર માટે કરમશીપીરના અનુવાદલેખોનો સંગ્રહ ‘બહુવચન’ પ્રગટ કરવો એ આનંદ અને ગૌરવનો અવસર છે. છેલ્લા ત્રણેકથી વધુ દાયકાથી એમના અનુવાદોને આપણાં ઉત્તમ સામાયિકો પ્રગટ કરતાં રહ્યાં છે. સહૃદય ભાવકો અને કળા-સાહિત્યના અભ્યાસીઓ એની ઉપયોગિતાથી પરિચિત હોઈ, એ લેખો ગ્રંથ રૂપે પ્રાપ્ત થાય એની પ્રતીક્ષામાં હતા. હવે સહુને પરિતોષ આપતો આ ગ્રંથ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે.
આ સંગ્રહ ના લેખો બે કારણે અનોખા છે. એક, કરમશીભાઈની વિષય-પસંદગીના ઉચ્ચ લક્ષ્યો અને બે, એમણે કરેલા અનુવાદોમાં ભાષાની પ્રવાહિતાને લીધે ઊભરતી વાચનક્ષમતા. એક લેખકના અનેક લેખકો દ્વારા થયેલા કે અનેક લેખકોના અનેક લેખકો દ્વારા થયેલા નહીં પરંતુ અનેક લેખકોના એક જ લેખક દ્વારા થયેલા અનુવાદોને પ્રકાશિત કરવાનો ક્ષિતિજ માટે પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે. અનુક્રમણિકા પર નજર કરતાં વિષયોની વિવિધતા અને વ્યાપકતા આપણું ધ્યાન ખેંચે છે કળા-સિનેમા ચિત્રકળા સાહિત્ય ફિલસૂફી કે એના સિદ્ધાંતોની ચર્ચા હોય, જે તે ક્ષેત્રમાં જેમનું વીસમી સદી પર પ્રખર અને પ્રભાવક પ્રદાન રહ્યું છે એવા નામાંકિત કળાકારો-વિદ્વાનો ઉપર એમની પસંદગી ઉતરી છે. આ પસંદગી એમની ઊંડી સૂઝ અને સૂક્ષ્મ સમજની દ્યોતક છે ! ક્યાંક ક્યાંક તો ટેક્નિકલ પરિભાષા અને વિષયની ગહનતા કોઈપણ અનુવાદકને હંફાવે એવી છે પણ આ અનુવાદો એ કસોટી માંથી સુપેરે પાર પાડીએ વાચનક્ષમતા જાળવી રાખે છે. અનુવાદિત ભાષામાં જ મૂળ લખાણ લખાયું હોય એવો અનુભવ વાચકને જ્યારે થાય ત્યારે તે ઉત્તમ કોટિનો અનુવાદ, એવી પરખવાની સાદી રીત છે અને એની પ્રતીતિ આ લેખોમાં સહૃદય ભાવકને વારંવાર થઈ છે એ નિઃશંક છે.
વાચકોને જુદાં જુદાં સામાયિકોમાં સચવાયેલા આ લેખો જો પુસ્તક રૂપે ઉપલબ્ધ હોય તો સુગમ થઈ પડે. અઘરું છે મૂળ ભાષામાં એ લેખો મેળવવાનું અને મળે તો ભાષાનું વ્યવધાન તો છે જ. આ કારણે પણ ‘બહુવચન’નું મૂલ્ય અદકેરું છે. એક જ પુસ્તકમાં ટાગોર, સત્યજીત રાય, પાઝ, માર્શલ દુશાં, હાયડેગર, હાબર્માસ, બોદલેર, કાન્ટ કે ક્લોદ લેવી-સ્ત્રોત આદિ મળે અને તે પણ આપણી ભાષામાં એ જ એક અનન્ય સુયોગ કે ઉત્સવ માટે ઉત્તેજિત કરી મુકતી ઘટના નથી? સાહિત્ય-કળા-ફિલસૂફીના ભાવક-અભ્યાસી માટે ‘બહુવચન’ સંભારણું છે, સંગ્રહ કરવા યોગ્ય ઘરેણું છે.
કરમાશી પીરના લેખો પુસ્તક રૂપે પ્રગટ થાય એવું પ્રથમ સૂચન વિવેચક-વાર્તાકાર-અધ્યાપક- સંપાદક જયેશ ભોગાયતાએ કરેલું અને એમણે અહીં ગ્રંથસ્થ લગભગ અડધો અડધ લેખોની પ્રત પણ મોકલી આપી હતી. અહીં એમનો પ્રેમપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. અનુવાદનું માહાત્મ્ય રજૂ કરતા લેખ માટે બાબુ સુથારના પણ આભારી છીએ.
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર સુરેશ જોશી દ્વારા પ્રસ્થાપિત ઉચ્ચ ધોરણોને અનુરૂપ પ્રકાશન કરી એ પરંપરા સાથે સાતત્ય જાળવી રાખે છે. હવે સહૃદય ભાવકો આને વધાવી લેવી અપેક્ષા છે.