જનાન્તિકે/ચોત્રીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચોત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} ક્રોમિયમ પ્લેટેડ સૌજન્યનો ચળક...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ક્રોમિયમ પ્લેટેડ સૌજન્યનો ચળકાટ નથી સહેવાતો. એવા સજ્જનોના શબ્દે શબ્દે એન્ટિસેપ્ટિક ડિસઈન્ફેક્ટન્ટની ગન્ધ આવે છે. એમની અસ્ત્રીબંધ કકરી સુઘડતા હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની યાદ આપે છે. હમણાં ચમકતા ચીપિયા અને તીક્ષ્ણ ધારવાળી નસ્તર મૂકનારી છરી દેખા દેશે એવી ભીતિથી હૃદય ફફડી ઊઠે છે. એમના સ્મિતમાં ઇથરની શીતળતા હોય છે. એવા ‘સજ્જન’ની સમક્ષ ખડા થવાનું આવે છે ત્યારે મને તો માથે મોત ભમતું લાગે છે. એમના મોભાનું વજન એઓ આપણી પાસે મજૂરની જેમ ઉપડાવે છે. એમની કીર્તિને આપણે ખાંધ આપવી પડે છે; ને તે ય આપણો ચહેરો સાવ ભૂંસી નાખીને! એવા સજ્જનોનો દીર્ઘ સહવાસ જેમના નસીબમાં લખાયો હોય છે તે અન્તેવાસીઓનું શું થતું હશે! ખરેખર, મનુષ્યના જેવું મનુષ્યભક્ષી પ્રાણી બીજું ભાગ્યે હશે! બહાર બેઠેલા ચપરાસીના હાથમાં આપણું નામ લખીને ચબરખી અંદર મોકલાવીએ, આપણી આગળ આપણા નામની ચબરખી ચાલે, પછી થોડી ક્ષણો કે કલાક સુધીની અકળાવી મૂકનારી પ્રતીક્ષા, પછી અંદરથી આવતો ‘બઝર’નો તુમાખીખોર કર્કશ અવાજ, પછી આપણો પ્રવેશ, અસબાબના કોટકિલ્લા વચ્ચેથી તીક્ષ્ણ દૃષ્ટિએ તમને માપી લેતી બે આંખો, દવાની શીશીમાં ખડકેલી એકસરખા આકારની ટીકડી જેવા એમના મુખમાંથી ગબડતા શબ્દો, ધીમે ધીમે બહાર નીકળતા નહોર, લબકારા મારતી જીભ – તમે બહાર નીકળો ત્યારે એમની દાઢ વચ્ચે પૂરેપૂરા ચવાઈને જ નીકળો. એમના સુદર્શન ચક્રે તમારો પીછો પકડયો જ હોય. એમના આ કૃષ્ણકૃત્યનો મહિમાભાર શેષનાગને ક્યારેક ચળાવશે ને?
તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડમાંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અક્લુષિત તીક્ષ્ણતાતી એકેએક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂપ હું આસાનાથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપો કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. આ સૃષ્ટિની નવી નવી ‘લીનોકટ’ છબિ તૈયાર થતી રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુધ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત્ત કરી દે છે. આ આવરણમાં થઈ ને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાય છે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત્ત રૂપ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા વિશ્વમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 01:42, 7 August 2023


ચોત્રીસ

સુરેશ જોષી

તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડમાંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અક્લુષિત તીક્ષ્ણતાતી એકેએક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂપ હું આસાનાથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપો કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. આ સૃષ્ટિની નવી નવી ‘લીનોકટ’ છબિ તૈયાર થતી જ રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુધ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત્ત કરી દે છે. આ આવરણમાં થઈ ને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાય છે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત્ત રૂપ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા જ વિશ્વમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે.