પ્રથમ સ્નાન/કેકા જેવા મોર: Difference between revisions
Jump to navigation
Jump to search
કેકા જેવા મોર
(+) |
(Spelling) |
||
Line 29: | Line 29: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ચરણ | |previous = ચરણ | ||
|next = | |next = એક વાર આ | ||
}} | }} |
Latest revision as of 01:15, 29 August 2023
કેકા જેવા મોર, રે સાજણ, શીમળા જેવી રાત
ખાટલી જેવા નેસની જલે સીંદરી સાતે સાત.
વડલો બન્યો વગડો, સાજણ વાયરા જેવા પાંદ
મરઘો ઓઢે રાત હજુ તો ગામને ગોંદરે ચાંદ.
થાન સમાણો દીવો જલે જીવણ જેવી જોત
શેરડી કેરાં ખેતર વચ્ચે રસના ઘોટાં ઘોંટ
ખરતા જૂના ફૂટતા નવા છાતી ઉપર રોમ
કાંચળી કેરાં આભેલાં સૂંઘે ઓકળીઓની ભોમ.
ઝાંઝર જેવાં સાજણ તમે સાજણ જેવી વાત
પીપળા જેવું ઘુવડ, ફૂટ્યું ઘુવડનું પરભાત.
કેકા જેવા મોર, રે સાજણ, શીમળા જેવી રાત.
૧૪-૧૨-૬૮