કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૯. મુસાફરો: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૯. મુસાફરો
(+1) |
(+1) |
||
Line 2: | Line 2: | ||
<br> | <br> | ||
<center><big><big>''' | <center><big><big>'''૧૯. મુસાફરો'''</big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
સંધ્યાકાળે | |||
ક્યારના | |||
કોઈ ટ્રેનની રાહ જોતા | |||
બાંકડે બેઠેલા | |||
મુસાફરો— | |||
અવરજવર વિનાનું સૂનું પ્લૅટફોર્મ | |||
ઇન્ડિકેટરના સ્તબ્ધ થઈ ગયેલા હાથ | |||
લાંબા થઈને સૂઈ ગયેલા પાટા | |||
ન ઊતરી કે ચડી શકતાં પુલનાં પગથિયાં | |||
મોઢે તાળું મારી વસાઈ ગયેલી છાપાંની દુકાન | |||
ખખડાટને ગળામાં અટકાવી | |||
જંપી ગયેલી પીણાંની શીશીઓ | |||
અંધારામાં ઝાઝું ન જોઈ શકતી ઊભેલી | |||
ઝાંખી બત્તીઓ… | |||
અને | આવા સાવ નિર્જીવ વાતાવરણને | ||
કંઈક અંશે સભર કરતો | |||
અને અમથી અમથી ઉડાડેલી રજકણોના બાચકા ભરી | |||
બળેલાંજળેલાં વેરાયેલાં સિગારેટનાં ઠૂંઠાં સાથે | |||
સંવનન કરતો | |||
હરાયો સૂકો-લુખ્ખો પવન… | |||
આ બધાંની વચ્ચે | |||
સંધ્યાકાળે | |||
બાંકડે બેઠેલા | |||
મુસાફરો. | |||
{{gap|8em}}<small>(વિદેશિની, પૃ. ૨૭૨)</small></poem>}} | {{gap|8em}}<small>(વિદેશિની, પૃ. ૨૭૨-૨૭૩)</small></poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૮. મૃત્યુ | ||
|next = | |next = ૨૦. મીંચાયેલી આંખે | ||
}} | }} |
Latest revision as of 01:38, 14 September 2023
સંધ્યાકાળે
ક્યારના
કોઈ ટ્રેનની રાહ જોતા
બાંકડે બેઠેલા
મુસાફરો—
અવરજવર વિનાનું સૂનું પ્લૅટફોર્મ
ઇન્ડિકેટરના સ્તબ્ધ થઈ ગયેલા હાથ
લાંબા થઈને સૂઈ ગયેલા પાટા
ન ઊતરી કે ચડી શકતાં પુલનાં પગથિયાં
મોઢે તાળું મારી વસાઈ ગયેલી છાપાંની દુકાન
ખખડાટને ગળામાં અટકાવી
જંપી ગયેલી પીણાંની શીશીઓ
અંધારામાં ઝાઝું ન જોઈ શકતી ઊભેલી
ઝાંખી બત્તીઓ…
આવા સાવ નિર્જીવ વાતાવરણને
કંઈક અંશે સભર કરતો
અને અમથી અમથી ઉડાડેલી રજકણોના બાચકા ભરી
બળેલાંજળેલાં વેરાયેલાં સિગારેટનાં ઠૂંઠાં સાથે
સંવનન કરતો
હરાયો સૂકો-લુખ્ખો પવન…
આ બધાંની વચ્ચે
સંધ્યાકાળે
બાંકડે બેઠેલા
મુસાફરો.
(વિદેશિની, પૃ. ૨૭૨-૨૭૩)