કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૬. ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 28: Line 28:
ઊતરો, ઊતરો ને,  
ઊતરો, ઊતરો ને,  
પછી હું તમને જોઉં છું.
પછી હું તમને જોઉં છું.


ઊતરો, ઊતરો, તમારી એકે વાત છાની નહિ રહેવા દઉં.
ઊતરો, ઊતરો, તમારી એકે વાત છાની નહિ રહેવા દઉં.

Latest revision as of 15:05, 16 September 2023


૬. ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું...

ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું
તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા.
એણે કહ્યું કે ખેતર વચાળે બેફામ પડેલી પીલુડી સાથે
મારે કશી નિસ્બત નથી.
પણ પીલુડી નીચે પાકા પીળા રંગના બે માણસો ઊભા હતા
(એમના શરીરમાં લીલા રંગનું લોહી વહેતું હતું)
એમણે ચન્દ્રને વિનવણી કરી
ના, આજની રાત રોકાઈ જાવ,
આ લીલપ બહુ બાળે છે
તમે રોકાશો તો એ ઓલવાશે.
પાણી તો ત્યાં હતું નહિ
પણ ખાલી છીપમાં
નાસી ગયેલી માછલીનો આકાર તરફડતો હતો
એની ઓથે સૂતેલા લાલ મંકોડાએ કહ્યું :
હા, રોકાઈ જાવ,
ધૂળ બહુ ઊડે છે, વંટોળ પર વંટોળ આવ્યા કરે છે
તમે રહેશો તો એ ઠરીને ઠામ બેસશે.
પરંતુ થોડે દૂર
અડધા અંધારે, હવાના અથડાવાથી હસતી
આકડાના ફૂલની જાંબલી, ઘે૨ી આંખ
ચન્દ્રને ઇશારા કરવા લાગી :
ઊતરો, ઊતરો ને,
પછી હું તમને જોઉં છું.

ઊતરો, ઊતરો, તમારી એકે વાત છાની નહિ રહેવા દઉં.
તે રાત્રે પશ્ચિમનો ચન્દ્ર હસી શક્યો નહિ.
મોડેથી એના પેટમાં કાણું પાડી પવન પસાર થયો.
એણે પોતાની જાતને સળી જેવી ઝીણી થઈ ત્યાં સુધી
છોલાવા દીધી.
સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું.

એપ્રિલ, ૧૯૬૧
(અથવા અને, પૃ. ૨૨-૨૩)