કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૩. પાણીની જેમ...: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૩. પાણીની જેમ...
(+1) |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૨. તમે બહુ બહુ તો... | ||
|next = ૨૪. વહેલી સવારે | |next = ૨૪. વહેલી સવારે | ||
}} | }} |
Latest revision as of 02:03, 17 September 2023
પાણીની જેમ
તમને ખોબામાં ઝીલ્યાં હતાં
સાચવ્યાં હતાં.
ચાંગળું પીધું,
ચાંગળું ઢોળાયું,
ચાંગળું ઊડી ગયું.
હવે
આંગળાં વચ્ચેના અવકાશમાં
પ્રવાહીનો સંકેત
કે આભાસ.
સુકાયેલા હાથે પત્ર લખતાં
અક્ષરોની અંદર
પ્રવાહીનો અણસાર...
આંગળાં અક્ષરોમાં ઊતરવા
ફાંફાં મારે છે.
૧૯૬૨; ૧૪-૧-૧૯૭૪
(અથવા અને, પૃ. ૫૮)