ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સોયદોરો: Difference between revisions
(+1) |
(+1) |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||

''' | '''સોયદોરો'''

''' | '''પારુલ કંદર્પ દેસાઈ''' | ||

<poem> | <poem> | ||
સોય છે તો દોરો છે | સોય છે તો દોરો છે | ||
અને | અને | ||
Line 15: | Line 11: | ||
બંને એક જ છે, અભિન્ન | બંને એક જ છે, અભિન્ન | ||
સોયદોરો. | સોયદોરો. | ||
૦ | ૦ | ||
Line 24: | Line 21: | ||
અને દોરો આગળ | અને દોરો આગળ | ||
એવું બનતું નથી. | એવું બનતું નથી. | ||
૦ | ૦ | ||
Line 32: | Line 30: | ||
પણ નક્કર નહીં કાચો | પણ નક્કર નહીં કાચો | ||
ક્યારે તૂટી જાય ખબર જ ન પડે | ક્યારે તૂટી જાય ખબર જ ન પડે | ||
૦ | ૦ | ||
Line 44: | Line 43: | ||
ફેરવાઈ જાય છે વસ્ત્રમાં | ફેરવાઈ જાય છે વસ્ત્રમાં | ||
ઢાંકે છે એ સમગ્રને, સમસ્તને | ઢાંકે છે એ સમગ્રને, સમસ્તને | ||
૦ | ૦ | ||
Line 51: | Line 51: | ||
સાંધવા માટે | સાંધવા માટે | ||
પરોવાવું પડે છે આરપાર | પરોવાવું પડે છે આરપાર | ||
૦ | ૦ | ||
Line 57: | Line 58: | ||
દોરો સોય વિના બાંધી શકે | દોરો સોય વિના બાંધી શકે | ||
પણ સાંધી ન શકે | પણ સાંધી ન શકે | ||
૦ | ૦ | ||
Line 70: | Line 72: | ||
એક જ દોરો | એક જ દોરો | ||
એકથી વધારે ક્યારેય નહીં | એકથી વધારે ક્યારેય નહીં | ||
૦ | ૦ | ||
Line 76: | Line 79: | ||
પણ | પણ | ||
સોય ક્યાં? | સોય ક્યાં? | ||
૦ | ૦ | ||
Latest revision as of 01:20, 17 November 2023
સોયદોરો
પારુલ કંદર્પ દેસાઈ
સોય છે તો દોરો છે
અને
દોરો છે તો સોય છે
એવું નહીં.
બંને એક જ છે, અભિન્ન
સોયદોરો.
૦
સોયથી
હંમેશા દોરવાતો ચાલે છે
દોરો
ક્યારેય
સોય પાછળ હોય
અને દોરો આગળ
એવું બનતું નથી.
૦
સોય હોય છે. નાજુક નમણી ચળકતી
પણ નક્કર
દોરો પણ હોય છે નાજુક, નમણો
ને વળી રંગબેરંગી
પણ નક્કર નહીં કાચો
ક્યારે તૂટી જાય ખબર જ ન પડે
૦
આમ તો સોય
સાવ મામૂલી, તુચ્છ,
એની કાંઈ કિંમત નહીં
પણ એકવાર
સોયમાં દોરો પરોવાઈ જાય
પછી
સર્જાય છે ચમત્કાર
વેરવિખેર કાપડના તાકાઓ
ફેરવાઈ જાય છે વસ્ત્રમાં
ઢાંકે છે એ સમગ્રને, સમસ્તને
૦
સોય શીખવે છે
સંધાવા માટે વીંધાવું પડે છે આરપાર
દોરો શીખવે છે :
સાંધવા માટે
પરોવાવું પડે છે આરપાર
૦
સોય દોરા વિના વીંધી શકે
પણ સાંધી ન શકે.
દોરો સોય વિના બાંધી શકે
પણ સાંધી ન શકે
૦
સોય આમંત્રે છે દોરાને
પોતામાં પરોવાઈ જવા માટે
પછી એ કાળો હોય કે ધોળો
લાલ, લીલો કે આસમાની
કે પછી પીળો, ગુલાબી, નારંગી...
એ કોઈને ય ના પાડતી નથી.
જો કે
એક સોયમાં
પરોવાઈ શકે છે
એક જ દોરો
એકથી વધારે ક્યારેય નહીં
૦
દોરો છો મારી પાસે
દોરાઓના ગુચ્છેગુચ્છ છે
પણ
સોય ક્યાં?
૦
જો તું પરોવાઈ ન શકે
મારી અંદર દોરાની જેમ
તો હું
કેવી રીતે સાંધીશ
આ ફાટી ગયેલા આભને?