ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 43: | Line 43: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ઉત્તરાયણ | |previous = ઉત્તરાયણ | ||
|next = એક કાવ્ય | |next = એક કાવ્ય(૨) | ||
}} | }} |
Latest revision as of 01:55, 17 November 2023
મા
કિરીટ દૂધાત
મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને
થોડી વૃદ્ધ પણ હોય છે.
આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહીએ છીએ
‘મા, તને કંઈ સમજણ નથી પડતી.’
પછી
મા કશું બોલતી નથી.
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.
પછી એક દિવસ
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી.
માફ કરી દેજે
મા.
સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા
રાજમાર્ગ પર
દોડી દોડીને એક વાર
હાંફી જઈએ ત્યારે ઇચ્છા થાય છે
માના
વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ આવે છે
મા તો મરી ગઈ છે
મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.