કાવ્યમંગલા/સંજીવની: Difference between revisions
Jump to navigation
Jump to search
(ખંડ શિખરિણી)
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 8: | Line 8: | ||
::: મરેલી કાયાઓ, | ::: મરેલી કાયાઓ, | ||
:::::: પુનરપિ બધી જીવિત થતી; | :::::: પુનરપિ બધી જીવિત થતી; | ||
::: | ::: સુકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, | ||
::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી, | ::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી, | ||
:::::: સુરભિપવનોથી બહકતી, | :::::: સુરભિપવનોથી બહકતી, | ||
Line 14: | Line 14: | ||
::: ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી. | ::: ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી. | ||
::: અહો જેને છોડ્યાં, | ::: અહો જેને છોડ્યાં, | ||
::: મનો જ્યાંથી | ::: મનો જ્યાંથી મોડ્યાં, | ||
::: વછોડ્યાં જ્યાં હૈયાં, | ::: વછોડ્યાં જ્યાં હૈયાં, | ||
:::::: હૃદય સરસાં આવી ઠરતાં, | :::::: હૃદય સરસાં આવી ઠરતાં, | ||
Line 21: | Line 21: | ||
:::::: ભવન ભવને સ્નેહવરષા, | :::::: ભવન ભવને સ્નેહવરષા, | ||
:::::: હસતી વરસે સુન્દરરસા, | :::::: હસતી વરસે સુન્દરરસા, | ||
::: ચકોરોના દાઝ્યા અમરત | ::: ચકોરોના દાઝ્યા અમરત પિયે દેહ તરસ્યા. | ||
(જુલાઈ, ૧૯૩૦) | (જુલાઈ, ૧૯૩૦) | ||
</poem> | </poem> |
Latest revision as of 01:28, 22 November 2023
સંજીવની
તજેલી માયાઓ,
મહેચ્છા છાયાઓ,
મરેલી કાયાઓ,
પુનરપિ બધી જીવિત થતી;
સુકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી,
અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી,
સુરભિપવનોથી બહકતી,
મધુકરરવે આર્દ્ર બનતી,
ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી.
અહો જેને છોડ્યાં,
મનો જ્યાંથી મોડ્યાં,
વછોડ્યાં જ્યાં હૈયાં,
હૃદય સરસાં આવી ઠરતાં,
ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં,
તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા,
ભવન ભવને સ્નેહવરષા,
હસતી વરસે સુન્દરરસા,
ચકોરોના દાઝ્યા અમરત પિયે દેહ તરસ્યા.
(જુલાઈ, ૧૯૩૦)