કાવ્યમંગલા/કાલિદાસને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ)
Line 17: Line 17:
ફળો એનાં લાગ્યાં, અધિક મધુરાં ચર્વણ થકી ,
ફળો એનાં લાગ્યાં, અધિક મધુરાં ચર્વણ થકી ,
લહ્યું લોભી હૈયે ફળ બસ થશે શું મુજ લિયે?
લહ્યું લોભી હૈયે ફળ બસ થશે શું મુજ લિયે?
ખુટયાં ના ખાધાં, રે, અધિક વધિયાં એ અશનથી.
ખુટ્યાં ના ખાધાં, રે, અધિક વધિયાં એ અશનથી.

અહો ! મેં દીઠો તે રઘુવરતણો વંશવગડો
અહો ! મેં દીઠો તે રઘુવરતણો વંશવગડો
Line 24: Line 24:
અને કીર્તિક્ષૌમે સ્વકુલ છવર્યું દિગ્વિજયના.
અને કીર્તિક્ષૌમે સ્વકુલ છવર્યું દિગ્વિજયના.

ઉમા મુકતાવેણી તપસરવરે મગ્ન નિરખી,
ઉમા મુક્તાવેણી તપસરવરે મગ્ન નિરખી,
કુમારે દીઠો મેં પુનિત તપથી જન્મ ધરતો,
કુમારે દીઠો મેં પુનિત તપથી જન્મ ધરતો,
અહો ! એ દેવોની તપસુરભિથી આદ્ર ગિરિના
અહો ! એ દેવોની તપસુરભિથી આર્દ્ર ગિરિના
ભમ્યો કાવ્યક્રોડે મુખ નિરખતો દિવ્ય ગુરુનાં.
ભમ્યો કાવ્યક્રોડે મુખ નિરખતો દિવ્ય ગુરુનાં. ૨૦

ફસાઈ રાજાના પ્રણયવમળે દીન અબળા
ફસાઈ રાજાના પ્રણયવમળે દીન અબળા
Line 37: Line 37:
લ્હ્યા સ્નેહે પૂર્યાં તવ વચનથી મેઘ પળતો,
લ્હ્યા સ્નેહે પૂર્યાં તવ વચનથી મેઘ પળતો,
અને યક્ષાગારે વિરહબળતી શ્યામળ તનુ
અને યક્ષાગારે વિરહબળતી શ્યામળ તનુ
લહી મેઘોદ્ગારે હૃદય ધરતી હામ અબલા.
લહી મેઘોદ્‌ગારે હૃદય ધરતી હામ અબલા.

તજીને દેવોને, મનુજ નૃપ જેણે ઉર ધર્યો,
તજીને દેવોને, મનુજ નૃપ જેણે ઉર ધર્યો,
ધરાની વાસી થૈ, જગત પર જે સ્વર્ગ રચી ગૈ,
ધરાની વાસી થૈ, જગત પર જે સ્વર્ગ રચી ગૈ, ૩૦
અહો, એ બંનેના મિલન, કપરો ને વિરહ તે
અહો, એ બંનેના મિલન, કપરો ને વિરહ તે
કવી, તે હૈયાનાં અતલ જલ ડ્હોળ્યાં સહુ તણાં.
કવી, તેં હૈયાનાં અતલ જલ ડ્હોળ્યાં સહુ તણાં.

અહો ! એ વિશ્વે તો કૃતયુગ તમે સર્જન કર્યો,
અહો ! એ વિશ્વે તો કૃતયુગ તમે સર્જન કર્યો,
મહા સામ્રાજ્યોનો બળવિભવ સત્વે વિતરિયો,
મહા સામ્રાજ્યોનો બળવિભવ સત્ત્વે વિતરિયો,
તપશ્ચર્યાધૂમે પુનિત વનથી ભારત ભર્યું,
તપશ્ચર્યાધૂમે પુનિત વનથી ભારત ભર્યું,
અને સાચા સ્નેહે જ્વલનતપઆદર્શ પ્રગટ્યા.
અને સાચા સ્નેહે જ્વલનતપઆદર્શ પ્રગટ્યા.
Line 51: Line 51:
અહો ! તે કાળે તો કવિવર ! મહા દિવ્ય જગમાં
અહો ! તે કાળે તો કવિવર ! મહા દિવ્ય જગમાં
હશે તું ઘૂમંતો વિજય –રસ –સૌંદર્યભવને,
હશે તું ઘૂમંતો વિજય –રસ –સૌંદર્યભવને,
ખરે, ત્યારે સાચા શિવ પણ થઈ તુષ્ટ ઊતરે,
ખરે, ત્યારે સાચા શિવ પણ થઈ તુષ્ટ ઉતરે,
અને સંદેશાઓ જડ પણ લઈ મેઘ જ પળે.
અને સંદેશાઓ જડ પણ લઈ મેઘ જ પળે. ૪૦

અહો ! તે કાળે શિશુ પણ રમે સિંહશિશુથી,
અહો ! તારે કાળે શિશુ પણ રમે સિંહશિશુથી,
વિલાસો ત્યાગીને મૃદુલ રમણી ઉગ્ર તપતી,
વિલાસો ત્યાગીને મૃદુલ રમણી ઉગ્ર તપતી,
મહા સત્વે પૂર્યો, પ્રણય શુભથી, વીર્ય, ગુણથી,
મહા સત્વે પૂર્યો, પ્રણય શુભથી, વીર્ય, ગુણથી,
Line 65: Line 65:

હવે આજે તારા વિમલમુખ આદર્શપટમાં,
હવે આજે તારા વિમલમુખ આદર્શપટમાં,
લહી છાયા તે તે સુખસમયની શોક વધતો,
લહી છાયા તે તે સુખસમયની શોક વધતો, ૫૦
કથા ચૂંથી શોભે નહિ પ્રિય કવે, આ પતનની,
કથા ચૂંથી શોભે નહિ પ્રિય કવે, આ પતનની,
હશે જાણ્યું જોયું સકળ તવ તે ક્રાન્ત નયને.
હશે જાણ્યું જોયું સકળ તવ તે ક્રાન્ત નયને.

ચહું નિત્યે તારે યુગ વિહરવા કાવ્યભવને
ચહું નિત્યે તારે યુગ વિહરવા કાવ્યભવને
અને આ જંજાળો મથું વિસરવા જીવનતણી ;
અને આ જંજાળો મથું વિસરવા જીવનતણી;
લઈ તારી દીક્ષા તવ ચરણ મેં આસન કર્યું,
લઈ તારી દીક્ષા તવ ચરણ મેં આસન કર્યું,
મને લાધી શિક્ષા તવ કવનમાં કર્મયુગની.
મને લાધી શિક્ષા તવ કવનમાં કર્મયુગની.
Line 77: Line 77:
મહત્તા ત્યાગોની, તપતપનની, બુદ્ધ દિલની,
મહત્તા ત્યાગોની, તપતપનની, બુદ્ધ દિલની,
ઉઠ્યા ધૂમ્રો પાછા, તપવનતણો અગ્નિ પ્રજ્ળ્યો,
ઉઠ્યા ધૂમ્રો પાછા, તપવનતણો અગ્નિ પ્રજ્ળ્યો,
મહા સ્ત્ક્ષેત્રે આ સુભગ બલિદાનો પ્રગટિયાં.
મહા સત્ક્ષેત્રે આ સુભગ બલિદાનો પ્રગટિયાં.

અને માતાકેરી મુખકમલઆભા પ્રગટવા
અને માતાકેરી મુખકમલઆભા પ્રગટવા
પ્રયત્નો મંડાયા, પ્રવર રણમાં પંથ પળિયા,
પ્રયત્નો મંડાયા, પ્રવર રણમાં પંથ પળિયા,
કવે ! તારા સર્જ્યા ભરતશિશુની સંતાત સહુ
કવે ! તારા સર્જ્યા ભરતશિશુની સંતતિ સહુ
મથે પાછી પેલા જનકયુગને મૂર્ત કરવા.
મથે પાછી પેલા જનકયુગને મૂર્ત કરવા.

Line 90: Line 90:

અહો ! યુદ્ધોત્સાહો રઘુકુળતણા ભારતપટે
અહો ! યુદ્ધોત્સાહો રઘુકુળતણા ભારતપટે
વળી જામ્યા આજે, કવિકુલગુરો ! નેત્ર નિરખું,
વળી જામ્યા આજે, કવિકુલગુરો ! નેત્ર નિરખું, ૭૦
તરે આંખો સામે મધુર તવ ચિત્રો કવનનાં,
તરે આંખો સામે મધુર તવ ચિત્રો કવનનાં,
પગો પાસે જોઉં ખળળ વહતી યુદ્ધસરિતા.
પગો પાસે જોઉં ખળળ વહતી યુદ્ધસરિતા.
Line 102: Line 102:
મને હો આકર્ષે ગહન જળમાં સ્નાન કરવા;
મને હો આકર્ષે ગહન જળમાં સ્નાન કરવા;
સગી આંખે ભાળું કવન તવ હ્યાં મૂર્ત વહતાં,
સગી આંખે ભાળું કવન તવ હ્યાં મૂર્ત વહતાં,
રહે હૈયું ઝાલ્યું ક્યમ? બસ ઝુકાવી હુંય દઉં,
રહે હૈયું ઝાલ્યું ક્યમ? બસ ઝુકાવી હુંય દઉં, ૮૦
    
તણાતાં એમાં મેં રણરસસુધાસિક્ત લહરે,
તણાતાં એમાં મેં રણરસસુધાસિક્ત લહરે,
ભુજાશક્તિ જાણી મુજ, સમરવારિપ્રબળતા,
ભુજાશક્તિ જાણી મુજ, સમરવારિપ્રબળતા,
અને શક્તિસ્ત્રોતે હૃદય તરતું ગીત જળનાં
અને શક્તિસ્રોતે હૃદય તરતું ગીત જળનાં
સુણીને, પોતે યે મૃદુ ગણગણે ગીત રણનાં.
સુણીને, પોતે યે મૃદુ ગણગણે ગીત રણનાં.

Line 115: Line 115:

મહા કાવ્યો આજે પ્રગટ ઇતિહાસો યુગતણા,
મહા કાવ્યો આજે પ્રગટ ઇતિહાસો યુગતણા,
પડી આ સામગ્રી કવિજન ! મહા કાવ્યકૃતિની,
પડી આ સામગ્રી કવિજન ! મહા કાવ્યકૃતિની, ૯૦
મને શ્રદ્ધા : પાછા કવિગુરુ અહીં જન્મ ધરશે,
મને શ્રદ્ધા : પાછા કવિગુરુ અહીં જન્મ ધરશે,
અને આ ટાણાને અમર કવને મૂર્ત કરશે.
અને આ ટાણાને અમર કવને મૂર્ત કરશે.
Line 125: Line 125:

કૃતાર્થી હું થાઉં, કવન મુજ આ કાષ્ઠ સરખાં
કૃતાર્થી હું થાઉં, કવન મુજ આ કાષ્ઠ સરખાં
પ્રજાળે હોમાઇ અધિકગુણ કાવ્યજ્વલન જો,
પ્રજાળે હોમાઈ અધિકગુણ કાવ્યજ્વલન જો,
ચહું તેથી તારાં નયન ઉઘડી ક્રાન્તદરશી
ચહું તેથી તારાં નયન ઉઘડી ક્રાન્તદરશી
મને બોધો રસ્તો ચયન કરવા કાષ્ઠ વગડે.
મને બોધો રસ્તો ચયન કરવા કાષ્ઠ વગડે. ૧૦૦

(ડિસેમ્બર, ૧૯૩૦)
(ડિસેમ્બર, ૧૯૩૦)

Revision as of 02:51, 22 November 2023

કાલીદાસને
(શિખરિણી)

અહો ! સૃષ્ટિક્ષેત્રે વિવિધ પલટાતે નવફલે
ખિલી કૈં વાડીઓ કવિજનતણી આર્દ્ર, બલદા,
સમૃધ્ધા, શ્રીવંતી, સકળ કરમાઈ, પણ ખરે,
સદા તારી લીલી મધુર રસવંતી મહકતી.

તદા મારે બાલ્યે ગુરુજનતણી અંગુલિ ગ્રહી
ભમંતાં વાડીમાં તવ ફલિત પુષ્મો નિરખિયાં,
પ્રસાદે તેઓને રજ રજ ખણી છાલ જ ચુસી;
અહા ! એ મીઠાશે ફળ કટુ થયાં અન્ય સહુનાં .

દિનોના દી બેઠો પ્રતિ તરુ તળે સ્વાદ ગ્રહતો,
ફળો એનાં લાગ્યાં, અધિક મધુરાં ચર્વણ થકી ,
લહ્યું લોભી હૈયે ફળ બસ થશે શું મુજ લિયે?
ખુટ્યાં ના ખાધાં, રે, અધિક વધિયાં એ અશનથી.

અહો ! મેં દીઠો તે રઘુવરતણો વંશવગડો
સુરંગે, પત્રે તેં કવિવર ! ઉગાડ્યો સુકવને ,
તપશ્ચર્યા સેવી, પરમ બલિ યજ્ઞે અરપિયા,
અને કીર્તિક્ષૌમે સ્વકુલ છવર્યું દિગ્વિજયના.

ઉમા મુક્તાવેણી તપસરવરે મગ્ન નિરખી,
કુમારે દીઠો મેં પુનિત તપથી જન્મ ધરતો,
અહો ! એ દેવોની તપસુરભિથી આર્દ્ર ગિરિના
ભમ્યો કાવ્યક્રોડે મુખ નિરખતો દિવ્ય ગુરુનાં. ૨૦

ફસાઈ રાજાના પ્રણયવમળે દીન અબળા
તણાતી દીઠી હા, તપવન વિષે મ્લાનવદના;
ટળી મૂર્છા, સાચા પ્રણયઅભિસારે ઉભય તે
મળ્યાં પાછાં, પામ્યાં ભરત કલગી શો પ્રણયની.

જતો છાંટ્યા તારા અભિનવપથે કલ્પનજલે
લ્હ્યા સ્નેહે પૂર્યાં તવ વચનથી મેઘ પળતો,
અને યક્ષાગારે વિરહબળતી શ્યામળ તનુ
લહી મેઘોદ્‌ગારે હૃદય ધરતી હામ અબલા.

તજીને દેવોને, મનુજ નૃપ જેણે ઉર ધર્યો,
ધરાની વાસી થૈ, જગત પર જે સ્વર્ગ રચી ગૈ, ૩૦
અહો, એ બંનેના મિલન, કપરો ને વિરહ તે
કવી, તેં હૈયાનાં અતલ જલ ડ્હોળ્યાં સહુ તણાં.

અહો ! એ વિશ્વે તો કૃતયુગ તમે સર્જન કર્યો,
મહા સામ્રાજ્યોનો બળવિભવ સત્ત્વે વિતરિયો,
તપશ્ચર્યાધૂમે પુનિત વનથી ભારત ભર્યું,
અને સાચા સ્નેહે જ્વલનતપઆદર્શ પ્રગટ્યા.

અહો ! તે કાળે તો કવિવર ! મહા દિવ્ય જગમાં
હશે તું ઘૂમંતો વિજય –રસ –સૌંદર્યભવને,
ખરે, ત્યારે સાચા શિવ પણ થઈ તુષ્ટ ઉતરે,
અને સંદેશાઓ જડ પણ લઈ મેઘ જ પળે. ૪૦

અહો ! તારે કાળે શિશુ પણ રમે સિંહશિશુથી,
વિલાસો ત્યાગીને મૃદુલ રમણી ઉગ્ર તપતી,
મહા સત્વે પૂર્યો, પ્રણય શુભથી, વીર્ય, ગુણથી,
હતો એ સંતોનો યુગ, કવિગુરો ! ગૌરવભર્યો.

પ્રભા એ વીલાઈ; ગહનતમ અંધાર ઉતર્યા,
ગયાં એ સામ્રાજ્યો, જ્વલનતપના શાંતિ બનિયા,
અને જામ્યા ગાઢા અવનતિથરો ભારત પરે,
બચ્યું ના આજે કૈં, સમયવદને ગ્રાસ બનિયું.

હવે આજે તારા વિમલમુખ આદર્શપટમાં,
લહી છાયા તે તે સુખસમયની શોક વધતો, ૫૦
કથા ચૂંથી શોભે નહિ પ્રિય કવે, આ પતનની,
હશે જાણ્યું જોયું સકળ તવ તે ક્રાન્ત નયને.

ચહું નિત્યે તારે યુગ વિહરવા કાવ્યભવને
અને આ જંજાળો મથું વિસરવા જીવનતણી;
લઈ તારી દીક્ષા તવ ચરણ મેં આસન કર્યું,
મને લાધી શિક્ષા તવ કવનમાં કર્મયુગની.

અહો ! શું શિક્ષાથી રઘુકુળતણી કર્મબળની,
મહત્તા ત્યાગોની, તપતપનની, બુદ્ધ દિલની,
ઉઠ્યા ધૂમ્રો પાછા, તપવનતણો અગ્નિ પ્રજ્ળ્યો,
મહા સત્ક્ષેત્રે આ સુભગ બલિદાનો પ્રગટિયાં.

અને માતાકેરી મુખકમલઆભા પ્રગટવા
પ્રયત્નો મંડાયા, પ્રવર રણમાં પંથ પળિયા,
કવે ! તારા સર્જ્યા ભરતશિશુની સંતતિ સહુ
મથે પાછી પેલા જનકયુગને મૂર્ત કરવા.

અહા ! પાછા જામ્યા સમર રઘુ ને દાનવતણા,
દિલીપો દેતા કૈં નિજ બલિ બચાવા સુરભિને,
ઉમાઓ ઊંડેરા તપથી શિવપુત્રો પ્રગટતી,
કુમારો તેના હ્યાં પ્રબળ હણતા દાનવકુળો.

અહો ! યુદ્ધોત્સાહો રઘુકુળતણા ભારતપટે
વળી જામ્યા આજે, કવિકુલગુરો ! નેત્ર નિરખું, ૭૦
તરે આંખો સામે મધુર તવ ચિત્રો કવનનાં,
પગો પાસે જોઉં ખળળ વહતી યુદ્ધસરિતા.

અને બેઠો તીરે, પગ છબછબાવું જલ વિષે,
ઉડાડી આછેરા જળકણ, રમું મુગ્ધ મનડે,
અને આઘે મધ્યે ગહન જળમાં ફાળ ભરતાં
મહા મોજાં દેખું પ્રબળ ધસતાં મુક્તિ ગ્રહવા.

અહીં રુદ્રા રમ્યા સમરસરિતા રંગ ધરતી
મને હો આકર્ષે ગહન જળમાં સ્નાન કરવા;
સગી આંખે ભાળું કવન તવ હ્યાં મૂર્ત વહતાં,
રહે હૈયું ઝાલ્યું ક્યમ? બસ ઝુકાવી હુંય દઉં, ૮૦
  
તણાતાં એમાં મેં રણરસસુધાસિક્ત લહરે,
ભુજાશક્તિ જાણી મુજ, સમરવારિપ્રબળતા,
અને શક્તિસ્રોતે હૃદય તરતું ગીત જળનાં
સુણીને, પોતે યે મૃદુ ગણગણે ગીત રણનાં.

મથે એ ઉત્સાહે જળ નિજ ભુજામાંહિ ભરવા,
અરે માયે ક્યાંથી ઉદધિજળ નૌકાઉર વિષે?
સ્મરી તેં જે ધાર્યા કરતલ વિષે કાવ્યગિરિઓ,
તજે આશા: ક્યાં તે રવિ, લઘુ શિખા દીપતણી ક્યાં?

મહા કાવ્યો આજે પ્રગટ ઇતિહાસો યુગતણા,
પડી આ સામગ્રી કવિજન ! મહા કાવ્યકૃતિની, ૯૦
મને શ્રદ્ધા : પાછા કવિગુરુ અહીં જન્મ ધરશે,
અને આ ટાણાને અમર કવને મૂર્ત કરશે.

ઉરે તે આશાથી તમ કવનમાર્ગે જ પળતો,
કરું ભેગાં કાષ્ઠો તમ અરથ અગ્નિ પ્રગટવા,
પછી ત્યારે આવી મુજ કવનનાં કાષ્ઠ નિરખી
સડેલાં વાંકાંને તજી, સરળ ને પુષ્ટ ગ્રહજો.

કૃતાર્થી હું થાઉં, કવન મુજ આ કાષ્ઠ સરખાં
પ્રજાળે હોમાઈ અધિકગુણ કાવ્યજ્વલન જો,
ચહું તેથી તારાં નયન ઉઘડી ક્રાન્તદરશી
મને બોધો રસ્તો ચયન કરવા કાષ્ઠ વગડે. ૧૦૦

(ડિસેમ્બર, ૧૯૩૦)