કાવ્યમંગલા/માગણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 14: | Line 14: | ||
:: રે દિશા દશ કાન માંડી બેઠી, | :: રે દિશા દશ કાન માંડી બેઠી, | ||
:: મેલે કહાન મોરલી યે હેઠી. | :: મેલે કહાન મોરલી યે હેઠી. ૧૦ | ||
મોરલા લાંબી ડોક ગહેકે, | મોરલા લાંબી ડોક ગહેકે, | ||
Line 28: | Line 28: | ||
:: રે ભલેરાં ભાઈ બેની આવ્યાં, | :: રે ભલેરાં ભાઈ બેની આવ્યાં, | ||
:: દુવા ભગવાનની લાવ્યાં. | :: દુવા ભગવાનની લાવ્યાં. ૨૦ | ||
(૧૧ જૂન, ૧૯૩૨) | (૧૧ જૂન, ૧૯૩૨) | ||
Latest revision as of 02:18, 23 November 2023
માગણ
સોનલાવરણી બેન ને એનો
કાનજીવરણો ભાઈ,
માગણ આ ભગવાનનાં આવ્યાં
લેવા લોકદુવાઈ,
લોકનાં મોઘાં બેન ને ભાઈ.
ઘમક ઘેરા ઘૂઘરા વાગે,
બેનડી ગાયે દીપક રાગે,
ભાઈને ઢોલક ધરતી જાગે,
રે દિશા દશ કાન માંડી બેઠી,
મેલે કહાન મોરલી યે હેઠી. ૧૦
મોરલા લાંબી ડોક ગહેકે,
ધરતી મીઠી ફોરમ બહેકે,
વાડીઓ લીલીછમ લહેકે,
રે ભાંડુડાં આવ્યાના કોડે,
નવો ભોમ અંચળો ઓઢે.
પાણિયારી પાણી સીંચતી પૂજે,
ગાવડી ગોરસ બમણાં દૂઝે,
ખેડૂત ખેતર ખેડતાં રીઝે,
રે ભલેરાં ભાઈ બેની આવ્યાં,
દુવા ભગવાનની લાવ્યાં. ૨૦
(૧૧ જૂન, ૧૯૩૨)