ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/આ હવા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 32: | Line 32: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સોયદોરો | |previous = સોયદોરો | ||
|next = | |next = બનારસ | ||
}} | }} |
Latest revision as of 17:38, 2 January 2024
આ હવા
પ્રવીણ ગઢવી
આ-
હવા
આ-
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ડાળી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચ્હેરાની કરચલી.
આ-
મહુડાની છાક,
દીપડાની છલાંગ
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પ્હાડ.
આ-
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ-
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ-
ખાપરીનું કોપરિયું જળ
આહ્...
વાહ્...
આ-હવા!