અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/થોડોક કાવ્યવિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
ભારતીય કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ પાઠકસાહેબે ‘કાવ્યની શક્તિ'માં આ વિશે દ્યોતક ચર્ચા કરી છે. વાસ્તવિક જગતમાં આપણે અન્યૂન રસાનુભવ કરી શકતા નથી, કેમ કે વ્યવહારમાં ઘણાં વ્યવધાનો આપણી આડે આવે છે. એ દર્શાવે છે તેમ, વ્યવહારમાં પરિસ્થિતિ જ આપણને ઘણી વાર શુદ્ધ રૂપે જણાતી નથી. પરિસ્થિતિનો અસ્પષ્ટ સંદર્ભ, એની સાથે સંકળાયેલી વ્યક્તિઓનો આપણો અલ્પ પરિચય, આપણી ઉતાવળ, શંકાકુશંકા, અન્યમનસ્કતા વગેરે આસ્વાદમાં પ્રતિકૂળ બને છે; પણ કાવ્યજગતમાં આપણું સમસ્ત ચિત્ત અવ્યવહિતપણે પ્રવૃત્ત થાય છે. એની સત્યાસત્યતા ભૌતિક દૃષ્ટિથી તપાસવાની હોતી નથી અને તેથી કાવ્યને ઉચિત લાગણી આપણું ચિત્ત અવિકળપણે અનુભવે છે. આવી ઉત્તાનતા કાવ્યજગતમાં સહેજે પ્રકટે છે કેમ કે એમાં પ્રમાતાના પોતાના ગ્રહાગ્રહો ક્યાંય આડા આવતા નથી. પાઠકસાહેબ લખે છે :  

“કાવ્યાનુભવમાં આવાં વિઘ્નો નથી આવતાં માટે અભિનવગુપ્તપાદ કલાનુભવયોગ્ય બુદ્ધિને અવિઘ્ના સંવિત્ કહે છે. એને જ બીજાઓએ ભગ્નાવરણા ચિત્ કહેલી છે. આ સર્વ વિઘ્નોના મૂળમાં રહેલું ખરું કારણ માણસનું અભિમાન છે. એ અભિમાન જ વૃત્તિઓને કુટિલ કરનાર છે. પાપમૂલ અભિમાન એ સૂત્ર નીતિમાં તેમ જ સત્યશોધન અને સૌંદર્યાનુભવ સર્વમાં એકસરખી રીતે સાચું પડે છે. કાવ્યમાં એ અભિમાન કે અહંકાર ગલિત થઈ જાય છે.''  

{{right|(કાવ્યની શક્તિ', પૃ. ૧૭)}}
{{right|(કાવ્યની શક્તિ', પૃ. ૧૭)}}<br>
અલબત્ત, કાવ્યમાં અહંકાર ઓગળી જાય એટલું જ બસ નથી. તે સાથે સર્વ ચેતનસંસ્કાર ગ્રહણ કરવાની સર્વ શક્તિ જાગરુક જોઈએ.'' તો જ સાચું તન્મયીભવન થઈ શકે એમ પણ પાઠકસાહેબ સ્પષ્ટ કરે છે. કલાનુભવ કાર્યપર્યવસાયી નથી હોતો જ્યારે વ્યવહારનું સર્વ જ્ઞાન કે અનુભવ કાર્યપર્યવસાયી હોય છે, એમ પણ કાવ્યજગતની વિશેષતા દર્શાવવા કહી શકાય; પણ પાઠકસાહેબને મતે આ ભેદ પણ અહંકારવૃત્તિનું જ પરિણામ છે, કેમ કે “કાર્ય સંકલ્પમૂલક છે અને સંકલ્પની પાછળ અહંકાર રહ્યો છે.'' આ મુદ્દાનું સમાપન કરતાં એ કહે છે :  

‘આ પ્રમાણે કાવ્યનો જે સંસ્કાર પડે તેને ભાવ કે લાગણી કહીએ. તે ભાવને ઝીલનારને ભાવક કહીએ. એ ભાવની સ્ફુરણા એ જ કાવ્યનો આનંદ.  

ઉપર વ્યવહાર અને કાવ્યનો સંબંધ બતાવ્યો તેથી એવો પ્રશ્ન થાય કે ત્યારે શું વ્યવહારમાં પણ કલાની પેઠે આનંદ આવી શકે? હું માનું છું કે અહંકાર ગલિત કર્યા છતાં સર્વ ચેતનથી કોઈ જાગરુક રહી શકે તો તેને આવો આનંદ થાય. ત્યારે, જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય. ત્યારે કદાચ કાવ્યથી પણ વધારે આનંદ થાય કારણ કે કાવ્યમાં તો માત્ર કાવ્યસૃષ્ટિ પૂરતા જ જાગરુક રહેવાનું છે અને વ્યવહાર તો આ અનંત વિશ્વની સંમુખ આપણને રાખે છે, અર્થાત્ અનંત કાવ્યની સંમુખ રહેવાનું થાય, પણ આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી, પણ જેટલે અંશે સિદ્ધ હોય તેટલે અંશે માણસને આનંદ મળે.  

અર્થાત્ કાવ્યાનુભવનો અને વ્યવહારાનુભવનો મુખ્ય ફરક એટલો જ છે કે કાવ્યમાં અહંકાર ગલિત થાય છે. તે સિવાય વ્યવહારની રસદૃષ્ટિ અને કાવ્યની રસદૃષ્ટિ એક જ છે. કાવ્યને માટે સહૃદય જે અધિકાર મેળવે છે તે વ્યવહારના તેમ જ કાવ્યના અનુભવથી મેળવે છે. બંને સૃષ્ટિઓમાં ચૈતન્ય એક જ સરણીએ ઉત્કર્ષ મેળવે છે.''  

{{right|(એજન, પૃ. ૨૦)}}
{{right|(એજન, પૃ. ૨૦)}}<br>
અહીં પાઠકસાહેબે મૂળ સુધી જઈ અહંકારના વિગલન પર જે ભાર મૂક્યો છે તેમાં એમની સૂઝ દેખાય છે; પણ એ એક જ કારણ પૂરતું ગણાય ખરું? એમનું આ વિધાન પ્રશ્નપરંપરા ઊભી કરે છે : (૧) કાવ્યસૃષ્ટિ અને વ્યવહારસૃષ્ટિ બહુધા એક જ છે? એ બે વચ્ચે કશો ખાસ ભેદ નથી? (૨) કાવ્યસૃષ્ટિના આનંદાનુભવમાં અને વ્યવહારના આનંદાનુભવમાં જે ફરક છે તે કેવળ અહંકારવૃત્તિને જ કારણે છે? (૩) માણસ નિરહં બને તો એને ઐહિક જગતમાં કાવ્યજગતતુલ્ય આનંદાનુભવ થાય? (૪) નિરહં વૃત્તિથી શું જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય? (૫) તેમ નિરહં વૃત્તિથી કાવ્યજગત કરતાં પણ વધારે આનંદ થાય? (૬) નિરહંવૃત્તિજન્ય “આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી.'' આમ શાથી ને શી રીતે?  

કાવ્યજગતને વ્યવહારજગતથી ભિન્ન ગણવાનું ને ન ગણવાનું વલણ ધરાવતી બે પૃથક્ વિચારધારા અસ્તિત્વ ધરાવે છે એ મુજબ કાવ્યજગતને વિભિન્ન ન ગણો તોયે વિશિષ્ટ તો ગણવું પડે; કેમ કે કવિનું જગત કામનાનું નહીં, ભાવનાનું છે; સૌંદર્યનું ને સંવાદનું છે. કવિજગત ઇહજગતથી વિચ્છિન્ન નથી અને તેથી ઇહજગતની રજસ્તમસ્વૃત્તિઓથી આવૃત હોવા છતાંયે, ભટ્ટ નાયક દર્શાવે છે તેમ, સત્ત્વગુણના ઉદ્રેકથી કાવ્યાનુભવ પ્રકાશાનંદમય અને પરમવિશ્રાન્તિરૂપ બને છે. કરુણરૌદ્રભયાનકબીભત્સાદિના સ્થાયિભાવો પણ અહીં રસનીય બની રસત્વને પામે છે. વાસ્તવિક જગતમાં ન્યૂનાધિક અંશે ચૈતન્ય આવરણવશ હોય છે; એમાં માયા-મમતા-મોહ કોઈ ને કોઈ પ્રકારની આસક્તિ, વાસના, લિપ્સા હોય છે; પણ આખું જગત જ આમ જ્યાં પાર્થિવતાથી ખરડાયેલું છે, ત્યાં એકલી આપણી અહંતાનું બંધન જ રસેપ્સાની આડે આવે છે એમ કહેવું કેટલે અંશે યથાર્થ ગણાય? અભિનવ કહે છે તેમ, લૌકિક અનુભવમાત્રમાં ઉત્તરકર્તવ્યતા રહેલી છે. આમ વ્યવહારમાં જ્યાં ચુસ્ત કર્મબંધન છે ત્યાં યત્કિંચિત્ આનંદ મળે તોયે તે રજોટાયેલો હોય એ દેખીતું છે.  

Line 24: Line 24:
કાવ્યમાં આપણું ચિત્ત આમ કોઈ અપૂર્વ ઉત્કર્ષ અનુભવે છે ઃ એ માટે પણ પાઠકસાહેબ આપણા અહંકારના વિગલનને જ કારણભૂત ગણતા હોય એમ લાગે છે. એ લખે છેઃ

“વ્યવહારમાં કોઈ પણ વિષયની ઉપલબ્ધિ કરતાં મન જાણે અહંકાર સાથે અનુસંધાન રાખી તે વસ્તુને પોતાનામાં સંઘરવા પ્રયત્ન કરે છે; કાવ્યવ્યાપારમાં જાણે મન પોતાની અહંકારગ્રંથિથી છૂટું થઈ વિષયમાં લય પામે છે, જાણે વિષય જ મનનું હરણ કરે છે, માટે આપણે કલામાં ‘મનોહર’ શબ્દ વાપરીએ છીએ. આમ થવાથી વ્યવહારમાં જે ઉન્નત અનુભવો કદી નથી થતા તેવા કાવ્યમાં થાય છે. ચેતનનો કોઈ અપૂર્વ ઉત્કર્ષ કાવ્યમાં અનુભવાય છે.’  

{{right|(એજન, પૃ.૧૮).}}  
{{right|(એજન, પૃ.૧૮).}} <br>
આ કથનમાં પાઠકસાહેબની ઊંડી સૂઝ દેખાય છે, પણ એ માટે કવિવ્યાપારનું ને કવિપ્રતિભાનું જેટલું ગૌરવ થવું ઘટે તેટલું અહીં થયું જણાતું નથી. કવિવ્યાપારને લીધે જ કાવ્યની સૃષ્ટિ વ્યવહારની સૃષ્ટિ કરતાં, યુધિષ્ઠિરના રથની જેમ ચતુરંગુલ ચડિયાતી બની જાય છે. કુંતક કહે છે તેમ, કવિપ્રતિભાથી પરિસ્પંદિત થતા કોઈ વિશેષથી વાસ્તવિક પદાર્થોની પ્રાકૃતતા ઢંકાઈ જાય છે અને તે પદાર્થો કોઈ અપૂર્વ ઉત્કર્ષ પામે છે. કાવ્યસૃષ્ટિમાં ભાવકનો અહંકાર ઓગળે છે એનું અસ્તિત્વ જ રહેતું નથી તેનુંયે પ્રેરક તત્ત્વ તો કવિપ્રતિભાની પ્રભાવકતા છે. જો કવિપ્રતિભાનું સ્ફુરણ મંદ હોય તો ભાવકના અહંત્વ-મમત્વ-પરકીયત્વભાવનું વિગલન થાય નહીં. કાવ્યમાં સાધારણીકરણનું જે મહત્ત્વ છે તે આથી જ છે. ‘સાધારણીકરણ' શબ્દ સ્વરૂપ છે, અર્થાત્ જે સાધારણ નથી તે સાધારણ થાય છે. અહીં ‘સાધારણીકરણ' શબ્દમાં ‘કૃ’ ધાતુનું મહત્ત્વ પણ વીસરવા જેવું નથી. સાધારણીકરણવ્યાપારમાં કવિ સભાનપણે કે કાવ્યવ્યાપારની બહાર જઈને કશું કરતો નથી એ ખરું પણ કવિપ્રતિભાની એ જ ખૂબી છે કે કાવ્યસૃષ્ટિમાં સહૃદયનું અપૂર્વ તન્મયીભવન થાય છે અને તે થતાં જ એના સૌ સહૃદયોના ગ્રહાગ્રહો, અંગત ગમાઅણગમા દૂર થઈ જાય છે, એનું તિરોધાન થાય છે. આ અંગે ભાવકનું કશું ક્રિયાકારિત્વ હોતું નથી એમ પણ નહીં. ભાવકનો વિભાવનવ્યાપાર ચાલતો હોય છે ત્યારે કાવ્યના સંસ્કાર કશી અંગત વિવશતા વિના, ચિત્તની અત્યંત અનુકૂળ અને ઉન્મુખ અવસ્થામાં, એ ઝીલે છે. જો કાવ્યાસ્વાદન સમયે એ પોતાની સભાનતાને વિસારે ન પાડી શકે તો એની આ વ્યગ્રચિત્તતા જ અંતરાયરૂપ બને ને એની ચિત્તવૃત્તિનું સાધારણીભવન થાય નહીં. પરિણામે કાવ્યવિભાવનમાં ‘विगभित वेदान्तर’ અવસ્થા દ્વારા અપૂર્વ માનસસાક્ષાત્કારરૂપ જે પરમાહ્લાદક અનુભવ ભાવકને થાય છે તે એને થાય નહીં. કવિવ્યાપારની વિશેષતા એ છે કે અહંકારગ્રંથિ ઐહિક ભૂમિકાએ તો કોઈ વિરલ વ્યક્તિની દૂર થાય પણ કવિવ્યાપારની ચમત્કારિતાને લીધે સૌ ભાવકો કાવ્યસૃષ્ટિમાં ચિત્તવૃત્તિનું એવું ‘विततसाधारण्य’ અનુભવે છે કે એમનામાંથી સ્વ-પર-મધ્યસ્થ ભાવનો ક્યારે વિલય થયો તેનોયે તન્મયીભવનને લીધે એમને કશો ખ્યાલ રહેતો નથી. આમ ગમે તેવા અભિમાનીની અહંકૃતિને તથા એની સભાનતાને નિરવકાશ કરી મૂકવાનું સામર્થ્ય કવિવ્યાપારમાં છે, જે લૌકિક જીવનમાં ભાગ્યે જ સંભવે છે. વળી વાસ્તવિક સૃષ્ટિમાં અહંકાર લુપ્ત થાય તેથી હૃદયસંવાદ સધાય જ એમ નિરપવાદ કેવી રીતે કહી શકાય? અને હૃદયસંવાદ તો તન્મયીભવનની પૂર્વભૂમિકા છે; એ વિના ભાવની ચર્વણા પણ સંભવતી નથી. તો પછી રસાનુભવ કેવી રીતે થાય? વ્યવહારજીવનમાં જે ભાવાનુભવ આઘાતક, અરુચિકર, અભદ્ર કે અનુચિત લાગે તે કાવ્યના જેવી રસનીયતાને કેવી રીતે પામે એનું રૂપાંતર અવસ્થાંતર – શી રીતે શક્ય બને, તેમ એની કોઈ પ્રક્રિયા હોય તો તે શી છે, એ કશું પાઠકસાહેબે સ્પષ્ટ કર્યું નથી એટલે એમનો આ અંગત અભિપ્રાય જ બની રહે છે. વસ્તુતઃ કાવ્યમાં વ્યવહારસૃષ્ટિનું રૂપાંતર થાય છે તેથી શોકક્રોધભયજુગુપ્સા જેવા સ્થાયિભૂત ભાવ ૨સનીયત્વને પામે છે. એટલે જ અભિનવે સ્થાયિવિજ્ઞક્ષનો રસ:' એમ કહેલું છે.

હવે બીજો મુદ્દો લઈએ. ભારતીય દૃષ્ટિએ અર્થાત્ રસદૃષ્ટિએ કાવ્યમીમાંસા કરતાં જે કૃતિમાં જે રસની પ્રધાનતા હોય તે મુજબ આપણે તે કૃતિને ઓળખીએ ઓળખાવીએ છીએ. પાઠકસાહેબનો મત આનાથી જુદો છે. એમને મતે જગતની કોઈ પણ મહાન કૃતિને આમ કોઈ એકાદ રસના ખાનામાં ન મૂકી શકાય. એમનું મંતવ્ય આ પ્રમાણે છે :  

આ રીતે નાટક જોતાં જુદાં જુદાં પાત્રોના જુદા જુદા ભાવોને શૃંગારાદિ ૨સોમાં ધારો કે આપણે વ્યવસ્થિત કરી શકીએ. પણ...ભાવક તો બધાં જ પાત્રોના વિભાવાદિ અને સ્થાયી ભાવોનો અનુભવ કરે છે અને એ બધાના પરિણામે એ બધાથી ભિન્ન, અને જે આખી કૃતિમાંથી નિષ્પન્ન થાય એ એ કૃતિનો ભાવ ગણાય. આ ભાવને એટલે આખી કૃતિના ભાવને આપણે ઉપર ગણાવેલા શૃંગારાદિમાં વ્યવસ્થિત કરી કરીશું? મને શંકા છે. આખા શાકુન્તલનો ભાવ શો? રવીન્દ્રનાથ ટાગોર પ્રમાણે આપણે ટૂંકમાં કહીએ કે તપથી શુદ્ધ થયેલો પ્રેમ એ જ જીવનનું ખરું મંગલ છે. એટલે કે ભાવક આખી શાકુન્તલની કૃતિઓમાંથી ઉપરના સત્યના સંસ્કારો અને તેને ઉચિત ભાવ અનુભવે છે. આને શૃંગારાદિ રસોમાં ભાગ્યે જ મૂકી શકાશે. ખરું તો જગતની કોઈ પરમ મહાન કૃતિના ભાવને આવા કોઈ રસ નીચે મૂકી શકાશે નહીં. કારણ એ છે કે મહાન કૃતિઓ આખા જીવનને સ્પર્શે છે, ખરેખર સ્પર્શતી ન હોય ત્યાં પણ કાવ્યની ભૂમિકા નીચે આખા જીવન તરફની દૃષ્ટિ હોય છે, અને એમ હોય છે ત્યાં કાવ્યનું અંતિમ રહસ્ય શાન્ત રસનું જ હોય છે. આ વિચાર વિચક્ષણ અભિનવગુપ્તે કરેલો છે. તે અમુક ચર્ચા પછી કહે છે કે એક દૃષ્ટિએ શૃંગારાદિ રસો પણ સ્થાયી નથી, ખરો સ્થાયી તો આત્મા છે, ‘आत्मैव स्थायी’ અને એમ હોય તો ખરો રસ તો શાન્ત રસ જ છે.''  

{{right|(આકલન, પૃ. ૨૨)}}  
{{right|(આકલન, પૃ. ૨૨)}} <br>
આમ પાઠકસાહેબનું વક્તવ્ય એ છે કે ભાવક શકુન્તલા-દુષ્યન્તના જ નહીં પણ ‘શાકુન્તલ'નાં બધાં પાત્રોના વિભાવાદિનો અનુભવ કરતો હોઈ, ‘શાકુન્તલ'નો મુખ્ય રસ શૃંગાર ગણવાથી બીજાં બધાં પાત્રોના વિભાવાદિ અને સ્થાયીની ઉપેક્ષા થાય છે, એટલે માત્ર શૃંગારાદિમાં ‘શાકુન્તલ' જેવી કૃતિની વ્યવસ્થા થઈ શકે નહીં.  

બીજું એમનું મંતવ્ય એ છે કે ‘શાકુન્તલ'નો મુખ્ય રસ શૃંગાર ગણવાથી જે કંઈ અવિવક્ષિત રહે છે તે તપથી શુદ્ધ થયેલો પ્રેમ એ જ જીવનનું ખરું મંગલ છે'' એવા રવીન્દ્રનાથના વિધાનથી પૂરતી સ્પષ્ટતા પામે છે, કેમ કે એમાં જ સમગ્ર કૃતિનું સત્ય અને એને ઉચિત ભાવ રહેલ છે.  