ગાતાં ઝરણાં/ક્ષમા કરે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
Tag: Reverted
No edit summary
Tag: Manual revert
 
Line 2: Line 2:


<center><big><big><big>'''ક્ષમા કરે!'''</big></big></big></center>
<center><big><big><big>'''ક્ષમા કરે!'''</big></big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 02:34, 13 February 2024


ક્ષમા કરે!


મારા અસીમ દર્દની કોઈ જો કલ્પના કરે,
પ્રેમ-પીડિતને કાજએ રાત-દિવસ દુઆ કરે.

આજ તો ભર સભામહીં એવું બને ખુદા કરે,
હું જો ઊઠું તો બેસવા તેઓ મને કહ્યા કરે.

ભગ્નહૃદય, અવાકમુખઅશ્રુ-વિહેણું મૂકરુદન,
પ્રેમમહીં એ સાધનો હોય તે સાધના કરે.

આવીને મારા દિલમહીં બેઉને ચેન ના મળ્યું,
માફી ચહું છું જખ્મની, દર્દ મને ક્ષમા કરે!

દિલની વરાળ કાઢવા લઉં છું કવનનો આશરો,
આ જ તો હું કહ્યા કરું, કોઈ જો સાંભળ્યા કરે.

મારા ઉદયને આભ તું સાંખી શકે જ શી રીતે!
તારાએ સૂર્ય-ચંદ્ર જ્યાં ઊગીને આથમ્યા કરે.

તારી દશાને દુર્દશા જેઓ ગણે છે હે ‘ગની’,
તેની મનોદશા ઉ૫ર મારો ખુદા દયા કરે.

૬-૪-૧૯૪૭