યજ્ઞેશ દવેનાં કાવ્યો/લઘુકાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 44: Line 44:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = મધર ઈવ - આદિમાતા
|next = 2 ગાંધી ૧૫૦
|next = પત્ર
}}
}}

Latest revision as of 10:25, 18 February 2024

લઘુકાવ્યો

ઘાસ જરીક મેં ખેંચ્યું...

ઓહ!
આટલું બધું વળગેલું તે કોઈ હોય?

* *

દરવાજાઓ
મને હંમેશા ગમે છે....

ક્યારેક બહાર ખૂલતા
ક્યારેક અંદર

* *


આ તે ખુરશીઓ
કે
વાતે વળગેલા બે જણ!

* *

બપોરે હોઉં છું દેહ
સાંજે થાઉં છું ગૃહસ્થ
રાત્રે નર
નિદ્રામાં કિન્નર.

* *

આ શરીર
ક્યારેક પિંજર
તો ક્યારેક પાંખ.

* *

સમય જતા
સંતાનો પક્ષીઓ થઈ જાય છે.