સંજુ વાળાનાં કાવ્યો/સાધો!: Difference between revisions
Jump to navigation
Jump to search
સાધો!
(+1) |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કવિ!.... | |previous = કવિ! | ||
|next = ....મ્હેણું ! | |||
}} | }} |
Latest revision as of 01:37, 21 February 2024
સાધો!
ખેસખલીતા લપછપ છોડી અજવાળાં આરાધો!
ચાર પરોવી ચોકી બાંધી આપોઆપ સમાણી ચાર
નવમી નિજમાં બીજ સ્વરૂપા દસમી તું દાખ્યાથી બ્હાર
કસ્તુરી પેટાવી કેડા આળેખો.. ને વાંધો
સાધો, અજવાળાં આરાધો!
હું-માંથી હડસેલ્યો હું-ને તું માંથી-કાંઈ તાણ્યો હ્રસ્વ ઉ
એકમના થઈ આસન વાળ્યાં જેમ જ્યોતમાં પલટાયા રૂ
ભાવ કર્યો ત્યાં ભળ્યા ધુમાડે સંચિત સૌ અપરાધો
સાધો અજવાળાં આરાધો!
ઝળમળતા અંજવાસે બેઠા રવિ-ભાણ નિજારી શૂરા
તાર મેળવી જીવણ બોલ્યા સંભાળો ધખના’ળી ધૂરા
રસ વાણીમાં તમને લાધ્યો, એવો સૌને લાધો
સાધો, અજવાળાં આરાધો!
વ્હાલાપંચક