સંજુ વાળાનાં કાવ્યો/....મ્હેણું !: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સાધો!
|previous = સાધો!
|next = !જી
|next = જી
}}
}}

Latest revision as of 01:38, 21 February 2024

....મ્હેણું !

વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
મને કહે : તું ખમતીધર હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થઈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણું