હનુમાનલવકુશમિલન/નવો કાયદો: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<big><big>'''નવો કાયદો'''</big></big> | <big><big>'''નવો કાયદો'''</big></big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગામની બાજુમાંથી રસ્તો જાય છે. રસ્તા પરથી લોકો જાય. ગાડાં, ગધેડાં, મોટરો જાય. બેય બાજુ જાય. કદીક ઘોડાગાડીયે જાય. ગામની બાજુમાંથી રસ્તો જાય. ગામની બાજુમાંથી મોટી લાઈનેય જાય. લાઈન મોટી એટલે ગાડીઓયે ભડાભડ જાય. ગાડીની લાઈન ને રસ્તો બેય એક જગાએ આવીને અથડાય એટલે કોઈના ભુક્કા ના થૈ જાય એનું સરકાર ધ્યાન રાખે. ગાડીલાઈનની બેય બાજુનાં પડખાં સાવ બાંડાં. એક્કે ખેતર ન મળે ને મોટું મેદાન. એટલે સરકારે તો નાખી લાંબી તારની વાડ. કોઈને થાય કે લાવો મેદાનમાંથી લાઈન પાર કરીને સામી કોર જૈએ, તો જવાય નૈ. કોઈને એમ કેમ થાય? આવો મોટો રસ્તો પડ્યો છે ને ફેરાવે કેમ જાય? કોઈ કેમ જાય? તો કે રસ્તા પર સરકારે બનાઈ દીધી છે ફાટક ને નીમી દીધો છે ફાટકવાળો. લાઈન કિલિયર પર ગાડી આવે ને ફાટક જાય ભીડૈ. તે કોઈ આદમી આવી ચડે તો એને એમ ના થાય કે આ ગાડી તો આવી નથી ને ફાટક ભીડૈ ગૈ છે? હા, તે આ ફાટક તો ગાડી આવે તેની પહેલાં જ લાઈન કિલિયર ભેળી જ ભીડૈ જાય. તે એને થાય કે ફાટક તો આ બૌ વ્હેલી ભીડૈ ગૈ ને ક્યાં આમ ઊભા રે’વું? લાવને બે ડગલાના ફરાવે આ મેદાનમાંથી... એટલે— | ગામની બાજુમાંથી રસ્તો જાય છે. રસ્તા પરથી લોકો જાય. ગાડાં, ગધેડાં, મોટરો જાય. બેય બાજુ જાય. કદીક ઘોડાગાડીયે જાય. ગામની બાજુમાંથી રસ્તો જાય. ગામની બાજુમાંથી મોટી લાઈનેય જાય. લાઈન મોટી એટલે ગાડીઓયે ભડાભડ જાય. ગાડીની લાઈન ને રસ્તો બેય એક જગાએ આવીને અથડાય એટલે કોઈના ભુક્કા ના થૈ જાય એનું સરકાર ધ્યાન રાખે. ગાડીલાઈનની બેય બાજુનાં પડખાં સાવ બાંડાં. એક્કે ખેતર ન મળે ને મોટું મેદાન. એટલે સરકારે તો નાખી લાંબી તારની વાડ. કોઈને થાય કે લાવો મેદાનમાંથી લાઈન પાર કરીને સામી કોર જૈએ, તો જવાય નૈ. કોઈને એમ કેમ થાય? આવો મોટો રસ્તો પડ્યો છે ને ફેરાવે કેમ જાય? કોઈ કેમ જાય? તો કે રસ્તા પર સરકારે બનાઈ દીધી છે ફાટક ને નીમી દીધો છે ફાટકવાળો. લાઈન કિલિયર પર ગાડી આવે ને ફાટક જાય ભીડૈ. તે કોઈ આદમી આવી ચડે તો એને એમ ના થાય કે આ ગાડી તો આવી નથી ને ફાટક ભીડૈ ગૈ છે? હા, તે આ ફાટક તો ગાડી આવે તેની પહેલાં જ લાઈન કિલિયર ભેળી જ ભીડૈ જાય. તે એને થાય કે ફાટક તો આ બૌ વ્હેલી ભીડૈ ગૈ ને ક્યાં આમ ઊભા રે’વું? લાવને બે ડગલાના ફરાવે આ મેદાનમાંથી... એટલે— |
Revision as of 01:18, 25 February 2024
નવો કાયદો
ગામની બાજુમાંથી રસ્તો જાય છે. રસ્તા પરથી લોકો જાય. ગાડાં, ગધેડાં, મોટરો જાય. બેય બાજુ જાય. કદીક ઘોડાગાડીયે જાય. ગામની બાજુમાંથી રસ્તો જાય. ગામની બાજુમાંથી મોટી લાઈનેય જાય. લાઈન મોટી એટલે ગાડીઓયે ભડાભડ જાય. ગાડીની લાઈન ને રસ્તો બેય એક જગાએ આવીને અથડાય એટલે કોઈના ભુક્કા ના થૈ જાય એનું સરકાર ધ્યાન રાખે. ગાડીલાઈનની બેય બાજુનાં પડખાં સાવ બાંડાં. એક્કે ખેતર ન મળે ને મોટું મેદાન. એટલે સરકારે તો નાખી લાંબી તારની વાડ. કોઈને થાય કે લાવો મેદાનમાંથી લાઈન પાર કરીને સામી કોર જૈએ, તો જવાય નૈ. કોઈને એમ કેમ થાય? આવો મોટો રસ્તો પડ્યો છે ને ફેરાવે કેમ જાય? કોઈ કેમ જાય? તો કે રસ્તા પર સરકારે બનાઈ દીધી છે ફાટક ને નીમી દીધો છે ફાટકવાળો. લાઈન કિલિયર પર ગાડી આવે ને ફાટક જાય ભીડૈ. તે કોઈ આદમી આવી ચડે તો એને એમ ના થાય કે આ ગાડી તો આવી નથી ને ફાટક ભીડૈ ગૈ છે? હા, તે આ ફાટક તો ગાડી આવે તેની પહેલાં જ લાઈન કિલિયર ભેળી જ ભીડૈ જાય. તે એને થાય કે ફાટક તો આ બૌ વ્હેલી ભીડૈ ગૈ ને ક્યાં આમ ઊભા રે’વું? લાવને બે ડગલાના ફરાવે આ મેદાનમાંથી... એટલે— પણ ના, સરકાર તો ભલી છે ભૈ. એવું ના કરે. એણે તો ફાટકની બાજુમાં ગોળ ચકેડું બનાયું છે. ચકેડાની વચ્ચેથી તમતમારે નીકળી જાવ. ગાડી આવે કે ગાડીનો બાપ આવે. મરવાના ધંધા કરો તમે તેમાં બચારી સરકાર શું કરે? હા, તો ભલી સરકારે મેદાનમાં કંપાવંડ કેમ બનાયો આ? મોટર ને ગાડાં ને ગાડી ને એ બધાંને ફાટક રોકી દે પણ એ બધાં કંઈ ફેરાવે ના જાય! જવા જાય તો લાઈન જ ના આડી આવે? સરકારે કર્યો કે કોઈ આદમીએ કર્યો પણ મેદાનમાં કંપાવંડ કર્યો ને સરકારે ફાટકમેનને ઝૂંપડું દીધું. આમ તો બીડીઓ પીધે રાખે. રેલવેવાળાનું ફાનસ ઝુલાવે. પણ લાઈન કિલિયર ભેળો સાબદો. મોટો બાચ્છા સલામત એનું ભોંભોંગાડું ચળકતું કાબરું લઈને ભલેને આવે. ફાટક આગળ બીરેક વગર છૂટકો નથી. બંધ એટલે બંધ. ગામની બાજુમાંથી રસ્તો જાય. રસ્તા પરથી લોકો જાય. લોકો એટલે ગામના લોકોસ્તો વળી. ગામના ને બીજા ગામનાયે ખરા વળી. પણ બૌ દૂરના નૈ. દૂરના જવાવાળા તો મોટરો લાવે, ટાંટિયાનું રાજ તો હવે ગયું. મોટરો આવે આવે ને ફાટક આગળ થાય ઢગલો. ગામલોકો આવે આવે ને વટભેર ચકેડામાંથી નીકળીને લાઈન ઓળંગી ચાલ્યા જાય સામી કોર. સામી કોર બીજું ફાટક ને બીજું ચકેડું. તાંયે ફાટક બંધ, મોટર તાંયે આવે આવે ને થાય ઢગલો ને ગામલોક તાંથીયે ચકેડામાંથી છાતી ફુલાવીને નીકળી જાય. લેતા જાવ ટાંટિયા વગરનાઓ, લો, આ અમે તો ચાલ્યા. બાઘાઓ, જોયે રાખો. જોયે રાખો. ફાટકની આ બાજુ ગામ, ફાટકની પેલી બાજુ લાઈન, લાઈનની પેલી બીજું ફાટક. તેની પેલી બાજુ સ્હેજ આઘું એક બીજું ગામ ને કોઈ ત્રીજુંયે ને ચોથુંયે ને એમ બેય બાજુ વળી. ફાટક ખુલ્લી ને મોટર, ગાડાં સડેડાટ દોડ્યે જાય. ગામલોકો ટેં થૈને આંખ ફાડી જોયે રાખે. પણ ફાટક બંધ ને ગામલોકની છાતી ફૂલે. બધાંય ગામલોક ફાટક આગળથી આવતાં જતાં હોય એમની છાતી ફૂલે પણ ચકેડામાંથી તો નીસરી જવાય. એટલી બધી ના ફૂલે. ફુલાવે તોયે ના ફૂલે. માણસથી કૈં એટલી બધી છાતી ના ફૂલે અને ફૂલે તો ચકેડામાંથી નીકળાય નૈં ને નીકળાય નૈં તો છાતીમાંથી હવા ફુસ્સ? ને ગામલોકો તો વટ મારતા જાય ચાલ્યા. મોટર પર પ્હેલાં ગામલોક વટ મારે ને ના આવી હોય એ ભખછૂટે વટ મારે. કોઈ ના જુએ એમ એ બધો તાલ જોયા કરે – માળાઓ, લાટમાસ્તરો, આડા પડો તમારી મોટરમાં ગાદલાં નાખીને. જોજો ઘોરવા ના માંડતા. ઘોર્યા તો હું આવી જ છું ને આવીને ચાલી ગૈ ને જો ઘોર્યા તો જોજો, ખાખી પોલીસ આવી જ જાણજો. બીજા ખટારા તમારી પાછળ ઊભા જ છે તે જોજો. ગાડી સંતાઈને વટ માર્યે જાય ને મોટરવાળાની આંખ જરા આડી ફરી ફરી ત્યાં તો ભેં ભેં ભેં ભેં કરતી ધસી આવે ને થઈ જાય છૂ એટલે બિચારા બહાર ખોડૈ રહ્યા હોય ત્યાંથી મગજ ચમકાવી અંદર ધકેલૈ ખટારાનું પૈડું ફરાવા માંડે ને પાછળથી ફૂં ફૂં ધુમાડા છોડવા માંડે. ફાટકની આ બાજુયે ને પેલી બાજુયે ગામ. પેલી બાજુ એક મેર ગામ ને એક મેર મોટું કારખાનું. ગામલોક કારખાને જાય ને કારખાનેથી આવે. ગામલોક બીજા ગામલોકને ત્યાં જાય. ફાટક થયા પછી તો અમથાં અમથાંયે જાય. બેસે, વાત કરે ને લાઈન કિલિયર તરફ વચ્ચે વચ્ચે જોયા કરે. કિલિયર ભેગા ઊઠે. લો તારે, આ થૈ ગૈ ને લાઈન કિલિયર. બેસો તમતમારે. ને મોટરના ઢગલેઢગલાની વચ્ચેથી બે હાથ ઝુલાવતા ચકેડામાંથી આ નીકળ્યા. ને શી દેન ભખછૂકની કે બાજુમાં ફરકે. આ નીકળ્યા આમથી ને આ નીકળ્યા તેમથી. રસ્તા પર પગ ઠપઠપ કરતા ઠપકારે. ખાસડાં હોય તો અવાજ મોટો નીકળે. જરી મોટરનેય ઠપકારે ને સીધા સડસડાટ વળીને પેસી જાય ગામની ખડકીમાં. ગામલોક તો આવે ને જાય. ફાટક બંધ થાય ને બધાનો મેળો જામે. આવ-જા જામે. પણ એક એવો ગામલોક કે તેને આ બધું ફાવે નૈં. સિંગલ ઊંચો થાય એની એ વાટ જુએ. છકછકાટ ગાડી આવે, સિંગલ ઊંચો થાય. ફાટક ખૂલે ને એ જવા સારુ ઊભો થાય. જતો જાય ને સિંગલ ભણી જોતો જાય. એએએએયને આ પડ્યો સિંગલ, આ પડ્યો સિંગલ. આમ પડ્યો નૈં ને ફાટકના દરવાજા ખટાખટ ભિડાયા નૈં. સિંગલ પડે તો ફાટકવાળાને તો શું કે’વું! સરકારનો દીકરો સરકારને સારુ જ કામ કરે ના? પણ પેલો ગામલોક માંય ને માંય બોલે કે એ એલા ફાટકભૈ, હાય-વરાળ ના કર આટલી બધી. હાડફેલ થઈ જાશે ને પૈસા છૂટી જાશે. ધીમે જરા, ભૈ ધીમે. મોટરો તો મોટીમસ ને હું તો આવડોક. મને સહેજ નીસરી જવા દે. માંય ને માંય બોલે ને પગની ઈસ્પીડ વધારે. ભાયગ લાંબાં હોય તો નીસરી જાય પેલી મેર. ભાયગ ટૂંકાં હોય તો રહી જાય આ મેર ને ભાયગ લાંબું થઈને ઘડીમાં પાછું ટૂંકું થાય તો આ ફાટકમાંથી નીસર્યો છે ને પેલી ફાટક આગળ ભિડાયો છે. લાઈન થૈ ને થૈ આ ફાટક. આ તારથી રોજનું આ દુઃખ. કારખાને કામ કરવું એટલે ગયા વગર તો ચાલે જ નૈં. ને જાય એટલે આવે ફાટક ને જાય એટલે આવે ગાડી. ગાડી આવી જાય તો તો ઓછું કે આ સડસડાટ પડ્યા. આ સડસડાટ ખૂલ્યા ને આ સામી કોર દોડ્યા. પણ આ તો ગાડી આવું થઈ જાય ને આવે જ નૈં, આવે જ નૈં. ગાડીના ટે’મ પણ સખણા નૈં રે’. છડિયાં ભરેલાં ગાડાં તો સારા. સખણાં દોડે. પણ સામાન ભરેલાં ગાડાં સાવ ગાંડાં. મન ફાવે તારે નીસરી પડે, મન ફાવે તારે ના નીસરે. ઘરેથી નીકળતાં જ પેલો ગામલોક તો મનમાં હાથ જોડે. એ મારી માવડી, દયા કર. એ સિંગલડાડા!... ‘ડાડા’ કહીને પછી ધમકાવે, પણ કામ ના સરે. અલ્યા ડાડા, કેટલાં વરસ? સાવ ડોસો થઈ ગયો. આમ કેડમાંથી વળી ના જા. અક્કડ રે’ અક્કડ. લબડી ના પડ. એલા, ડોસા બધા હોય અક્કડ – દેશી ઘીનાં ફરજંદ. સમજ સમજ. ફાટક ભીડવાની હોય ને ફાટકવાળો બીડી કાન પર ખોસી દે. લોંઠકો જરાયે દાઝે નૈં...ને લોંઠકો ફાટક ભીડીને કાન પરથી બીડી ઉઠાવી ઝીણી આંખો ફરી સુસુડ કરીને પીવા માંડે. પીતો જાય ને બધો તાલ જોતો જાય. પેલો ગામલોક એની આંખે ચડવાનું ટાળે. પેલી મેર જવાય નૈં. એટલે ખટારાની ઓથ લઈને ઊભો રૈ નીચાજોણું ટાળે. પણ એમ ટાળ્યું તે કેટલું ટળે? ફાટકવાળાથી બચે તે યે એક દિવસ, બે દિવસ પણ એમ કેટલા દિવસ? ખટારાની નીચેથી પણ દેખાઈ જાય. આમ આ બધું લોક ચાલ્યું જાય છે ને આ કાં આમ ખોડાઈ ગયો છે થાંભલા જેવો? ફાટકવાળો ઊઠીને એને જોવા આવે ને આમ જાય તો આમ આવે તેમ જાય તો તેમ આવે. ને હસે તેયે માળો મૂછમાં હસે. પેલો ગામલોક ફાટકવાળાની આંખે ચડવાનું ટાળે. પેલી મેર જવાય નૈં એટલે ખટારાની ઓથ લઈને ઊભો રે’ ને નીચાજોણું ટાળે. પણ એમ ટાળે કેટલું ટાળે? ફાટકવાળાની આંખ આખરે પકડે ને ગામલોકોની તો ચૂકે જ નૈં. ગામલોકો તો અદકપાંસળિયા પાછા. આવે, મોટરની ચારેકોર ફેરા ફરે, એકાદ ધપ્પો મોટરને મારે ને પછી જાય. જાય તારે એ બધાની એના પર નજર ફરે. બધા રોફબંધ જતા હોય – રોનપોલીસની જેમ. ને એને જોઈને ‘ચચ્ચચ્ચચ્ચ’ કરે. સ્હેજ વાર ખોડૈ જાય ને ડોકું ફરાવીને પછી ચાલ્યા જાય ચકેડા તરફ. આમ તો કોઈ એને ચચ્ચચ્ચચ્ચ ના કરે. ઊલટાનું એને ઊભેલો જોઈને પૂછે, કેમ છો ભાઈ ચમનભાઈ કે અમથાલાલ – કે એમ જે હોય તે – કેમ ચાલે છે હાલ? કોઈ એને ના પૂછે કે કેમ ભૈ, ઐં આમ ખોડૈને કેમ ઊભા છો? કોઈ મશખરીયે ના કરે, કેમ ભૈ, લાઈન પર સિંગલ બનવાની પેકટિસ કરો છો? બધા એમ જ કે’, કે ભાઈ ચમનલાલ કે અમથાશંકર, કેમ ચાલે છે તબિયત? પણ એ ‘કેમ ચાલે છે તબિયત’માં પેલો ગામલોક સાંભળે ‘ચચ્ચચ્ચચ્ચ’ એટલે એ બાજુ પર જોઈને થૂંકે. થૂંકે એટલે બરાબર ખૂંખારે. આખ્ખું ગળું વલોવી નાખે ને કાઢે એક મોટો ગળફો. થૂંકે ધૂળમાં ને પગ ઘસી દે. લાઈન થઈ ને ફાટક થઈ તારથી આ દુઃખ. કારખાનાના ડંકા ને ગાડીનો મેળેય ભારે. પહેલાં ગાડી પછી જ ડંકા અને ભૂંગળાંનું ભોંભોંભોંઓઓ ભખછૂક ભખછૂક પછી જરા સૂમસામ કારખાને પ્હોંચવાનો ટેમ મળે પછી ભોંઓઓઓ. લાઈન ન્હોતી ને ફાટક ન્હોતી. મજાને ફૂલફાટક હતો એકલો આ રસ્તો, લ્હેરથી મોંથી સિસોટા વગાડતા ચાલ્યા કારખાને. કારખાનુંયે નવી વહુ જેવું એટલે કામવાળા, કામ વિનાના બધા તાં આવે. પણ હવે ફાટક ઊભી થૈ, જમાદારથીયે બૂરી. ચોરી નૈં, ચપાટી નૈં, કે વાંકગનો નૈં; ને કૈ દે કે, થોભ અલ્યા. એને કૈં થોડું પુછાય છે – કેમ? લાઈન થૈ ને ખાવામાં કોણ જાણે શી જંગલી જડીબુટ્ટી આઈ ગૈ કે સૂંધૈ ગૈ તે પેટ મંડ્યું મોટું થવા. દિવસે ના વધે એટલું રાતે ને રાતે નૈં એટલું દિવસે. રામ તારી માયા. આ શું માંડ્યું તેં! કામ, કામ, આરામ નૈં. ખાવામાંયે કૈ માલ-મલીદા ને પેટ તો ચાર ગાભણીનાં પેટને એકઠા કરો એટલું. દુઃખે નૈં, ચૂંકે નૈં, અંદર ગડબડ તડબડ થાય નૈં. ભૂખેય લાગે ને મનમાંયે લ્હેર. પણ ફાટકનાં ચકેડામાંથી નીકળાય નૈં. મોટર તો મોટીમસ ને આ ગામલોક તો આવડોક. મોટરના ઢગલા ભેળો એયે મોટર. નથી મોટરનું ગોળ ચકેડું કે નથી છૂટતો ફૂં ફૂં ધુમાડો કે નથી કાચની જાળી; નથી લીસું ચળકતું કાબરચીતરું કે નથી ભોંભોં વાજું ને તો યે મોટરની ભેળા પગ ખંજવાળતા ઊભા રે’વાનું. તે યે મોટરની ભેળા નૈં, બાજુમાં એક ખૂણે, લપૈને. મોટરવાળા મોટર પર ટેકવીને ઊભા રે’. મન ફાવે તો અંદર જાય ને મન ફાવે તો બહાર. મોટરવાળામાંથી કેટલાક બહાર નીકળે ને પછી બહાર ઊભા રૈને અંદરવાળા જોડે વાતો કરે ને એમ વાતોનો નવો ટેસ પાડે. મોટરવાળાનાં નાનાં છોકરાં બાટલીનાં દૂધ પીએ કે પછી કાચ આગળ મૂકેલા ઢીંગલા કે ટેણકાં કૂતરાંનાં પૂંછડાં હલાવે અને એ તો મોટરમાંથીયે ગયો ને ખૂણે ઊભો ઊભો— બૌ દુઃખી, બૌ દુ:ખી, બચારો બૌ દુઃખી. એકવાર આવતો’તો કારખાનેથી, તાં રાત થૈ ગૈ. ટેમ બૌથ્યો ન્હોતો પણ શિયાળાનો દિવસ એટલે રાત વ્હેલી પડેને ? રાત થૈ ગયેલી ને જુએ તો ફાટક બંધ. સંજોગ જુઓ કે રાત ઢળી પડી ને આ બાજુ ફાટકવાળો હાજર નૈં. એની બૈરી કે એનાં છોકરાંએ ફાટક વાસેલું ને પાછાં ઘરમાં પેસી ગયેલાં. આજુબાજુ એક્કે બીજુ ગામલોક ના મળે. પેલા ગામલોકને થયું કે માળું આ ચકેડું દેખાય છે બચુકડું, પણ બધા તો એમાંથી મજેથી જાય છે. આમતેમ સ્હેજસાજ અવળસવળ થૈને જો કોં’ટિથી નીકળી જવાય એકવાર તો પછી જોઈ લો મજા. અબે મોટરવાલે, તુમ રહો અંઈ, હમ તો જાતે હેં કૈને ઉપડ્યા હી હી હી ઈઈ. પેલા ભાઈએ આજુબાજુ જોયું – કોઈ અદકપાંસળિયો નથી ક્યાંય – ને ચકેડામાં જવા જોર કર્યું, પણ ચકેડું જેનું નામ! એક તસુયે ઘૂસવા ના દીધો. ઘૂસવા તો ના દીધો પણ પેલાને પરસેવે એવો રેબઝેબ ને ફેંફેં કરી દીધો કે વાત ના પૂછો. ના ઘુસાયું તે તો સારું પણ ઘૂસીને પછી જો અંદર જ ઝલાઈ જવાય તો? બાપ મારા! બૂમાબૂમ. ને પેલાના તો પરસેવામાં બીજો બમણો પરસેવો છૂટ્યો, ના ચક્કરબાપા, ના. આ તમને પગે પડું છું. ને તાં તો બત્તીનો મોટો લિસોટો ધસી આયો. ગાડી છક્કરછક કરતી આવી ને ખટાક્ ખટાક્ખટ્ કરતી ચાલી ગઈ ને ઝૂંપડીમાંથી ફાટકવાળો, ઘરવાળી કે છોરું કોઈ ધસી આવ્યું ને લો ફાટક ઉઘાડું ફટ્ટ, હાશ. ગામલોકમાં કળિદેવ આમ વસેલા નૈં પણ આફતને ટાણે કૈં સાવ કાતરિયું ગેપ રાખીને બેસીયે ના રે’. આ ભૈને કારનુંયે મનમાં આઈ ગયેલું કે આ કંપાવંડની મરમ્મત કરીને રસ્તો બનાઈ દૈએ. પણ ફટકવાળો તે બીડી પીતો ઝીણી આંખે બધું જોયે જ જતો હોય. નજર ચૂકવવી કેમ ને એ કરવું કેમ. આ પેલા ગામલોકે પરીક્ષાથી પારખી લીધું’તું કે ફાટકજી આંખના તેમ કાનનાયે સરવા છે. કંપાવંડના તાર સ્હેજ હલ્યા કે ઘચરકો બોલ્યો ને એ ના જુએ એ બને જ નૈં. એટલે એ ગોઠવણ ખાસ કામની નૈં. તાં એક ગાળો આયો ને રસ્તાની રંગત પલટે ગૈ. મોટરોની વચ્ચે ચૂંટણીની મોટરો દોડી જાય. ગામ ભણી હાથ હલાવીને ભૂંગળાંમાં ઘાટેઘાંટા પાડે. ‘હમકો દો, વોટ દો. હમકો દો, દો ભૈ દો.’ ને એવી ગાડીમાં સાવ ટોપેટોપાં ભર્યાં હોય એટલે ગામલોક સમજે કે સરકાર માબાપ. એટલે સામે હાથ હલાવીને કૈ ‘દે કે દો ભૈ દો તો હાં ભૈ હાં. હાં ભૈ હાં તો માબાપ કે’ કે હમ ખુશ. ખુશખુશખુશાલ. બંધ ફાટક આગળ મોટર થોભે ને માબાપ ફાટકજીને બોલાઈને કૈ દે કે, આ ના ચાલે આમ. ફાટક સડી ગયું છે ચોમાસામાં. કઢાઈ નંખાવો. ફાટકજીએ હા જી કર્યું ને ઓહોહોહો, ગામલોક બધા ટોળે વળ્યા, ફાટકમાં યે શી કરામત બનાઈ છે મારા વ્હાલાએ! નવા ફાટકમાં હવે નવી કરામત. ફાટકવાળાને હવે દોડાદોટ નૈં. હાડફેલનો સવાલ નૈં. પૈસા છૂટી જાય નૈં. સબસલામત. આ ફાટકનું પૂરું કર્યું ને દોડ્યા પેલી ફાટક પર એવું નૈં. બેય ફાટકની લાઈનની બાજુમાં એક ચક્કરભમ્મર પૈડું. ફાટકવાળાએ નવી કરામત શરૂ કરી. પૈડું કરે ને ફાટક બેય બાજુએ એક્કી સાથે ખૂલે. ખૂલે એટલે સિંગલની જેમ, ઊભા થાંભલા જેમ, ઊંચી જાય. ને ચક્કર ઊંધું ફરાવે એટલે ઊંચેથી નીચે આવે ને બંધ. બેય ભેગાં જ બંધ થાય, ભેગાં જ ખૂલે. બંધ થતાં જાય ને સાથોસાથ ટન ટન ટન ટન આરતીને ઘંટડી થતાં જાય. મોટરવાળા આવો નૈં, આવો નૈં, આંઈ વાગશે ભૈ વાગશે. ધબાક દઈને બરડો ભાંગી જશે. ને ખોપરી ફાટી જશે. દૂર હટો દૂર હટો. ટન ટન ટન ટન. વા’ ભૈ વા’. પેલા અમથાભૈનીયે બરોબર વા’ ભૈ વા’ થવા માંડી. ટન ટન ટન ટન. નવી ફાટક ને જૂનું ચકેડું. ચકેડામાંથી ના જવાય, ના અવાય. સાંભળો રે ભાઈ ટન ટન. ‘કેમ અમથાલાલ, કેમ તમારી તબિયત? ટન ટન ટન ખોઓક થૂઉઉઉ. ખટારાવાળો સરદારજી ઝીણી આરસીમાં જોઈને ખી ખી કરે છે. ફાટક બદલાયું. ફાટકની સિક્કલ બદલાઈ. ફાટકનો ડરેસ બદલાયો. કાળા-પીળા ચટાપટાવાળો. પણ ફાટક એ ફાટક. ગમે તે કરોને, કાગડો એ કાગડો. ચૂનો લગાડવાથી થોડો એ હંસારાણો બને છે? ચમનજીએ ગળફો પગ વતી ધૂળમાં ઘસી કાઢ્યો. ચૂંટણીની મોટરો આઈ ને ગૈ. ચોકડા દોરાવીને કાગળિયાં સરકારી સાહેબો આઈને ડબ્બેડબ્બા ભરીને દિલ્લી શેરમાં લઈ ગિયા. ને દૈ દીધાં સરકારને. તે સાંજે અમથાજી કારખાનેથી આવતો’તો ને બંધ ફાટક આગળ એક્કે મોટર નૈં. મોટર નૈં ને ખટારો નૈં. ખટારો નૈં ને બટારો નૈં. બટારો નૈં ને બોટર નૈં. મોટર બોટર કૈં નૈં. ને ગામલોક થોકેથોક. અધૂરામાં પૂરું તે ફાટકવાળો ને એની ઘરવાળી ને છોરો બધાં બીડી પીતાં પીતાં બેઠાં’તાં ને એકબીજાને કશાક કાજે તાળીઓ આપી હસતાં’તાં. ગામલોક પેલા અમથા ગામલોકોને તબિયતની ખબર પૂછવા જાય તાં તો એ જી ભાઈને ચડી ખીજ. ગળફો ના કાઢ્યો. આ કંપાવંડની ધારેધારે ચાલ્યા જૈએ છી, ટાંટિયા નથી બળી ગિયા, સ્હેજ ફરાવે જાશું. કંપાવંડ પૂરો થાય ને જુઓ બંદા રાજા. દેખ લો. ને એ તો મંડ્યા ચાલવા. ચાલતા જ જાય ચાલતા જ જાય ચાલતા જ જાય જાય જાય જાય જાય ને સાથે કંપાવંડ –એય ચાલતો જ જાય ચાલતો જ જાય જાય જાય જાય જાય ને પેલાજી પાછળ જોતા જ જાય જોતા જ જાય જોતા જ કે બીડીવાળા તણેમાંથી કોઈની ઝીણી નજર પાછળ આવે છે ને જુએ કે એકની નૈ કે બેની નૈ પણ તણેયની નજર એની પાછળ ને પાછળ લાગી ને તણેની નજરે એ ટપકું થઈ ગિયો ને એની નજરે તણે ટપકાં. પણ જીને સોળ વાલ ને એક રતી જેટલી ખાતરી થૈ કે પેલાં તણે હજુ ટાંપી રિયાં છે ને તાળી દીધે જ રાખે છે ને કંપાવંડનો તાર તો ઢીલો કરીને નીકળી જવાય જ નૈં અવે. મોટરવાળા દૂરથી આવે એટલે મોટર તો રાખે જ ને ભૈ. ભલેને થોડો ટૅમ ફાટક આગળ ખોટી થાય ને ગામલોકના ધપ્પાનાં ચાઠાં મોટર ખાય પણ એય બેઠા ને મોટર ચાલીને ફર્ર ફર્ર હવામાં ઊડે લટુરિયાં. તે કેમેક કંપાવંડ પૂરો થિયો. લાઈન ઓળંગી ને ફરી શરૂ થયો નવો કંપાવંડ. ફરી ટાંટિયા શરૂ. અમથા ચમને ઘેર આવીને ખાટલો પછાડ્યો ને ફૂરુરુરુ દઈને ઉપર બેસી પ્હેલાં વાછૂટ કરી લીધી. સરકારને ચોકડીયાળા કાગળના ડબ્બે-ડબ્બા મળી ગયા ને પછી એ હાથમાં ના રૈ. એની નજરે પ્હેલી પડી રેલલાઈન. આટઆટલા લોક કચડાઈ મરે છે કાં? તો કે ફાટક ને રસ્તા ભેગા મળે તાં. ગાડીના ટૅમ વકતે લોકોને તમે કેમ આવવા દો છો જાવા દો છો? તો કે, ચકેડું રાખ્યું છે તમે જ માબાપ. માબાપના ટેલીફુન ગામેગામ છૂટ્યા. ચકેડાં હટાવ. બસ ચકેડાં હટાવ. રાતોરાત હટ્યાં ચકેડાં. ચકેડાં ડૂલ. ને સવારે જુઓ. ફાટક બંધ. બંધ થતાં પ્હેલાં જ ગામલોકોમાં વાત ફેલૈ ગયેલી – ચકેડાં ગયાં. ગામમાં મચી ગઈ હો હા. ફાટક બંધ. ને મોટરખટારાનાં ધાડેધાડાં થંભ્યાં. ને થંભ્યાં ગામલોકનાં ધાડેધાડાં. છાતી તો ક્યાંય માંય બેસી ગઈ ને ન્હોતું જવાનું તે યે નવું જોવા સારુ આવ્યા. ને મોટરની હારોહાર ઊભા રે’વાનું એવું તો લાગ્યું, એવું તો લાગ્યું કે ધરતી માર્ગ આપે ને સમૈ જૈએ. આ રોજનો મુસલ્લો, ફાટક આગળ એ રોજ અટકે ને રોજ એની સામે ડોળા કાઢતા ચાલ્યા જૈએ. આજે એની ભેળા. આ પેલી મડમ. પાછલી સીટ પર બેસીને કાળાં ચશ્માં લગાડી દે છે આંખ ઢાંકવા તે યે આજે ડોળા તગતગાવીને હસે છે. ને પેલા ફાટકવાળાની બીડી નવો તાલ જુએ છે. ટનટનાટન ગાડીની નીચે એક કીડીયે નૈં કચરાય. સરકાર દેખો અબ દેખો. જાં જાં ફાટક તાં તાંનાં ચકેડા બંધ. ચકેડા બંધ એટલે કંપાંવંડના તાર તૂટે પણ કંપાવંડ ના હોય તાં ખેતરની વાડ હોય ને એ તે કંઈ તૂટે? એ ના તૂટે તો પછી ફાટક તૂટે? ને ફાટક તૂટે તો ધમધડાધૂમ ગાડી, મોટર ટુકડેટુકડા – મડમ સરદારજી છડિયેછડિયા ટુકડેટુકડા? ગાડીની શી દેન કે બાજુમાં ફરકે – ગામલોક ટુકડેટુકડા નૈં. મલક આખામાં શું થયું એ તો રામ જાણે પણ આ ગામમાં ફાટકવાળાની લાલ ફાનસ જેવી ઝીણી આંખ બધાને ડારે. પાંચ મિનટ આમ કે પાંચ મિનટ તેમ. થોભો ભૈ, કૈને બધા પગ ખંજવાળે. સરકારને માટે મનમાં ને મનમાં સરસતી કાઢે. પણ ખાટલે ફરરર હવા કાઢીને પડેલા અમથાજીના તો એક રાતમાં પગે ચડી ગયેલા ગોટલા. તે ઊઠે શેં? ને આવે શેં? ને ઠાવકે મોંએ બધાને તબિયત પૂછે શેં?